BODELICHHOTA UDAIPUR CITY / TALUKOGUJARAT

સધન પોલીસ પેટ્રોલિંગ હોવા છતાં પણ બોડેલી મા તસ્કરો ને જલસા અલી ખેરવાની મણિનગર સોસાયટીમાં રોકળ તથા સોના ચાંદીના દાગીના સહિત પાંચ લાખનો હાથ ફેરો.

મહાપર્વ દિવાળી ના તેહવાર ટાણે જ બોડેલી પંથકમાં તસ્કરો નો તરખાટ તસ્કરો દ્વારા બંધ મકાનો ને ટારગેટ બનાવી તાળા તોડી ચોરીના બનાવો બનતા પોલીસ ઉંઘતી ઝડપાઇ રહીશો માં ફફડાટ

જાણવા મળ્યા મુજબ બોડેલીનાં અલીખેરવાની મણીનગર સોસાયટીમાં મકાન ધરાવતા અને હાલ પોતાની નોકરી વડોદરા ખાતે હોય વડોદરા રહેતા રમણભાઈ છોટુભાઈ રાઠવા એ ગઈકાલે રાત્રે બોડેલી પોલીસ સ્ટેશને જઈ અરજી આપી હતી અને તેઓ એ જણાવ્યુ હતું કે બોડેલી માં પોતાના મણીનગર સોસાયટી સ્થિત બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ મુખ્ય દરવાજાના નકુચો અને ઇન્ટરલોક તોડી ઘરમાં પ્રવેશ કરી બેડરૂમમાં રાખેલ તિજોરી કબાટ તોડી કબાટમાં મુકેલા સોના ચાંદીના દાગીના અને દસ હજાર રૂપિયા રોકડની રકમ મળી અંદાજે ચારથી પાંચ લાખ રૂપિયા ની માલમત્તા ની ચોરી કરી ફરાર થઈ જવાનો બનાવ બન્યો છે

મકાન માલિક કે સમગ્ર બનાવવાની જાણ લેખિત અરજી દ્વારા બોડેલી પોલીસને કરી છે.

રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!