GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

Halvad હળવદ નાં અમરાપર ગામે લેણા નીકળતા રૂપિયાની માંગણી કરતાં આધેડેને ગાળો આપીને ધોકા વડે માર મારવામાં આવ્યો

હળવદ નાં અમરાપર ગામે લેણા નીકળતા રૂપિયાની માંગણી કરતાં આધેડેને ગાળો આપીને ધોકા વડે માર મારવામાં આવ્યો

હળવદ તાલુકાના નવા અમરાપર ગામે રહેતા જેરામભાઈ ચકુભાઈ બાલાસણીયા જાતે અનુ. જાતિ (૪૯)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રમેશભાઈ ચંદુભાઈ બાલાસણીયા, વિજયભાઈ પ્રવીણભાઈ બાલાસણીયા અને રૂખડભાઈ બાજુભાઈ બાલાસણીયા રહે તમામ મીયાણી તાલુકો હળવદ વાળા ની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે નવા અમરાપર ગામની સીમમાં આરોપીએ ફરિયાદી પાસે અગાઉના લેણા રૂપિયાની માંગણી કરી હતી ત્યારે ફરિયાદીએ લાભ પાચમ પછી તે રૂપિયા આપવા માટેનું કહ્યું હતું ત્યારે આરોપી ઉસકેરાઇ ગયો હતો અને તેણે ગાળો આપી હતી અને ત્યારે વિજયભાઈએ ધોકા વડે અને જાપટો મારી હતી તેમજ રમેશભાઈએ માર માર્યો હતો અને ત્યારે રૂખડભાઈએ ફરિયાદીને પકડી રાખ્યો હતો દરમિયાન તેનો દીકરો વિનોદ ત્યાં આવી જતા ત્રણેયને સમજાવતા તે ત્યાંથી જતા રહ્યા હતા અને જતા જતા વિજયભાઈએ ફરિયાદીને મારી નાખવાની ધમકી આપી હતી તેમજ વિક્રમભાઈને કેનાલ પાસે વિજયભાઈ અને રૂખડભાઈએ બથમબથી કરીને ઢીંચણના ભાગે ધોકો મારીને ઇજા કરી હતી જેથી કરીને ભોગ બનેલા જેરામભાઈ દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધી આરોપી અને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

MORBI: મોરબીમાં આખરે અહીં કયારે બનશે સારો રોડ ..? : પ્રજામાં આક્રોશ

Back to top button
error: Content is protected !!