GUJARATNAVSARIVANSADA

યુથ પરિવર્તનથી યુગ પરિવર્તનની મહત્વકાંક્ષા ધરાવતું વાંસદાનું આનંદ તપોવન.

વાત્સલ્યમ્ સમાચાર

પ્રિતેશ પટેલ- વાંસદા,

યુથ પરિવર્તનથી યુગ પરિવર્તનની મહત્વકાંક્ષા ધરાવતું વાંસદાનું આનંદ તપોવન.
……..
યોગ થકી યુવા વર્ગની માનસિક તથા શારીરિક ક્ષમતા વધારવા તેમજ સંસ્કારી બનાવવા આનંદ તપોવન કટિબધ્ધ છે – ડો.શંકરભાઇ પટેલ. ચેરમેન આનંત તપોવન
……….
સમાજને નિરોગી બનાવવા માટે વૈદિક ઉપચાર અને આધ્યાત્મિક શક્તિ એ જ એકમાત્ર ઉપાય .
……………
સહયાદ્રીની ગિરિમાળાઓ વચ્ચે આવેલ વાંસદા તાલુકો એ આદિવાસી વિસ્તાર ધરાવતો તાલુકો છે .અહીં પ્રકૃતિ સોળે કલાએ ખીલેલી છે .વધુમાં અહીંનું આનંદ તપોવન કે જે વાસદાના નવતાડ ગામે સ્થિત હોય જે ભારત વિખ્યાતની યોગ સંસ્થાઓ સાથે મળીને સમાજની નિરોગી બનાવવાનું અભિયાન ચલાવે છે .ઇન્ડિયન યોગ એસોસિએશન ન્યૂ દિલ્હી દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ સમિત ગત ૧૭ નવેમ્બરથી ૧૯ નવેમ્બર દેવનગરી હરિદ્વાર ખાતે દેવ સંસ્કૃતિ વિદ્યાલય શાંતિકુંજ ગાયત્રી પરિવારમાં યોજાઇ હતી. જેમાં અનેક પદ્મવિભૂષણ ,ભારત ભૂષણથી નામાંકિત આધ્યાત્મિક ગુરુઓની સાથે વાસદાના આનંદ તપોવનના ચેરમેન ડોક્ટર શંકરભાઈ પટેલ અને ડાયરેક્ટર વૈશાલી શાહને ભાગ લેવા આમંત્રિત કરવામાં આવ્યા હતા. જેમાં યોગ અને ધ્યાનમાં થયેલ સંશોધન અને અનેક એક્સપર્ટ યોગ દ્વારા ૨૭ જેટલા યોગાચાર્યને પ્રતિષ્ઠિત યોગ ચિકિત્સા આચાર્યથી સન્માનિત કરવામાં આવ્યા હતા .જેમાંના એક એવા ડોક્ટર શંકરભાઈ પટેલને પણ યોગ ચિકિત્સા આચાર્યથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિશ્વના પ્રસિદ્ધ યોગ ગુરુઓ અને યોગ સંસ્થાઓ દ્વારા ચિકિત્સાના સંશોધિત લેખોમાં આનંદ તપોવન ના ડાયરેક્ટર વૈશાલી શાહ દ્વારા લખવામાં આવેલ Misery to Mercy : Yoga and Mental Healing આર્ટીકલ્સ ને વૈશ્વિક આધ્યાત્મિક ગુરુઓ દ્વારા સ્વીકારી પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું.
……….

બોક્સ.
……………………………
આનંદ તપોવન થકી ૨૦ હજારથી વધારે વિદ્યાર્થીઓને યોગ અંગેની માહિતી પૂરી પાડી પરિવર્તન લાવવાના પ્રયાસ કર્યા છે. યોગ એલાયન્સ USA અને ane ઇન્ડિયન યોગ એસોસિએશન સાથે મળી સિકલસેલ એનિમિયા ને યોગ અને ધ્યાન દ્વારા કંટ્રોલ કઈ રીતે કરી શકાય તે માટે સંશોધનનો પ્રોજેક્ટ શરૂ કર્યો છે.
યુથપરિવર્તનથી યુગનું પરિવર્તન કરવું એ જ અમારી મહત્વકાંક્ષા છે – વૈશાલી શાહ . ડાયરેક્ટર આનંદ તપોવન.
………………

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!