GUJARATJUNAGADHKESHOD

કેશોદના અજાબ‌ – શેરગઢના સિમાળે શ્રી કેશવ કલીમલહારી બાપુની 41મી પુણ્યતિથીની ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સાથે ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવી

પૂજ્ય શ્રી કેશવ કલિમલહારી બાપુ વિષે જણાવીએ તો પૂજ્ય બાપુ આઝાદી પછી અહી પધાર્યા હતા જેમની કોઈ ચોક્કસ શાલ નથી,સૌ પ્રથમ વડીલ શ્રી પુંજાબાપા ના સંપર્કમાં આવેલ અને આશીર્વાદ આપ્યા હતા ત્યાર બાદ અમુક સમય શેરગઢ ના રામ મંદિર માં ભક્તિ સાધના કરેલ ત્યાર પછી પૂજ્ય બાપુ આ પવિત્ર ધરતી પર પધાર્યા અને અલખ આરાધના ખાખરા ની ઝુંપડી બાંધી ને પ્રારંભ કરેલ ત્યાર બાદ લાકડાની ઝુંપડી પછી ત્યાર બાદ પતરા ની ઝુપંડી બનાવી અને ભક્તો ના આગ્રહ ને વ્યર્થ થયા અને ચાર રૂમ નું મકાન બનાવ્યું પૂજ્ય બાપુ મૌન સાધના કરેલ અને આ જગ્યા પર પધાર્યા પછી ક્યારેક જગ્યા છોડી નથી તેઓ ક્યાંથી પધાર્યા ? પોતે કોણ છે ? તેમનું નામ ? તેમની ઉંમર વગેરે વિચે ક્યારેય કોઈને જણાવેલ નથી એક મંત્ર ની આરાધના કરતા શ્રી કેશવ કલિમલહારી રે ભજમન ગોવિંદ ગિરધારી રે આ મંત્ર ઉપર થી અમારા વડીલો એ શ્રી કેશવ કલિમલહારી બાપુ નામ રાખેલ પૂજ્ય બાપુ પવિત્રતાના હિમાયતી હતા અને ભગવાન બાલકૃષ્ણ ની સેવા કરતા અને ભક્તો આવી ને કહેતા બાપુ સીતારામ પૂજ્ય બાપુ દિવસ માં સાંજના ૫ વાગ્યા ની આજુબાજુ એક વખત દર્શન આપતા અને વડીલો એમ કહેતા કે બાપુ શું ભોજન લેતા કે શું ભોજન રાંધતા કે મઢી માંથી બહાર જતા ક્યારેય જોયા નથી એના પર થી કહી શકીએ કે બાપુ યોગસિદ્ધ સંત હતા.પૂજ્ય બાપુ ૩૦/૧૧/૧૯૮૨ ના રોજ સ્વધામ પધાર્યા ત્યારે સર્વે ભક્તો એ ખુબ જ દુખ ની લાગણી નો અહેસાસ થયો આજે પણ પૂજ્ય બાપુ ની મઢી એટલે તપોભુમી આશ્રમ તારીખે ઓળખાય છે આશ્રમ માં બાપુના જે નિયમો હતા તે વધારેમાં વધારે જળવાય તેવા પ્રયત્ન કરવામાં આવે છે આશ્રમમાં વર્ષના ૧૨ યજ્ઞ એટલે દર મહિને એક યજ્ઞ કરવામાં આવે છે યજ્ઞ દરમ્યાન ઘણા ભક્તો દર્શન પ્રસાદ નો લાભ લે છે પૂજ્ય બાપુની પુણ્યતિથી મહોત્સવ કારતક સુદ પૂનમ ના રોજ ઉજવાય છે જેમાં હજારોની સંખ્યામાં લોકો સત્સંગ. દર્શન. પ્રસાદ નો લાભ લે છે આ દિવસ એટલે અજાબ – શેરગઢ માટે હોળી-દિવાળી કરતા પણ વધુ મહત્વ નો દિવસ છે આ દિવસે અજાબ-શેરગઢ ગામમાં માં કોઈ ના ઘરે ચૂલો સળગતો નથી સમસ્ત બંને ગામ હાજર રહી ઉત્સાહ પૂર્વક લાભ લે છે આ ઉત્સવ ને સફળ બનાવવા માટે યુવાનો ઉત્સાહ ભેર સેવા આપે છે

બાયલાયન ;- અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!