GUJARATJUNAGADHMALIYA HATINA

માળીયાહાટીનાના કાત્રાસા ગામે વોલીબોલ સ્પર્ધામાં રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેનાર ખેલાડીઓ અને કોચનું સન્માન

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત હેઠળની ઈન સ્કુલ યોજનાનો વિદ્યાર્થીઓને મળી રહેલો લાભ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : વિકસિત ભારત સંકલ્પ યાત્રા જૂનાગઢ જિલ્લામાં ગામે ગામ ફરી લોકોને પ્રજાલક્ષી યોજનાઓના લાભ આપવાની સાથે તેની જાણકારી આપવામાં આવી રહી છે આ સાથે શ્રેષ્ઠ રમતવીરોનું પણ બહુમાન કરવામાં આવી રહ્યું છે.
માળીયાહાટીનાના કાત્રાસા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના અનુસંધાને આયોજિત કાર્યક્રમમાં નેશનલ કક્ષાએ વોલીબોલ સ્પર્ધામાં ભાગ લેનાર ખેલાડીઓ અને તેના કોચ મયુર વેગડનું સન્માન કરવામાં આવ્યું હતું.
ટ્રેનર મયુર વેગડે જણાવ્યું કે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત હેઠળની ઈન સ્કુલ યોજના મારફતે ચોરવાડની શેઠ જીવનલાલ મોતીચંદ વિનય મંદિર ખાતે ૨૦૦થી વધુ વિદ્યાર્થીઓને વોલીબોલ ઉપરાંત એથ્લેટિક્સ માટે કોચિંગ આપવામાં આવી રહ્યું છે. જેમાંના ખેલાડીઓની ટીમ તાલુકા જિલ્લા અને રાજ્યકક્ષાએ જુદી જુદી સ્પર્ધાઓમાં ભાગ લઈ વિજેતા બની હતી,  તેના પરિણામે મહારાષ્ટ્રમાં આયોજિત રાષ્ટ્રીય કક્ષાની વોલીબોલ સ્પર્ધામાં ભાગ લીધો હતો. તેમણે કહ્યું કે આ સિદ્ધિ માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાનના આ કાર્યક્રમમાં સન્માનિત થવાથી ખેલાડીઓ ગૌરવ અનુભવી રહ્યા છે. આમ,  ખેલાડીઓને રમતના મેદાનમાં વધુ શ્રેષ્ઠ દેખાવ કરવાની પ્રેરણા પણ મળશે.
મયુર વેગડે કેન્દ્ર-રાજ્ય સરકારની ખેલ પ્રોત્સાહક નીતિથી રમત ગમત માટે એક નવા વાતાવરણનું નિર્માણ થઈ રહ્યું છે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!