GUJARAT

એક નગર-શ્રેષ્ઠ નગર, એકતા નગરની ભાવનાને ચરિતાર્થ કરતા SoUના કર્મયોગીઓ..

એક નગર-શ્રેષ્ઠ નગર, એકતા નગરની ભાવનાને ચરિતાર્થ કરતા SoUના કર્મયોગીઓ.*

પ્રવાસીનો આઈફોન પરત કરતા બસ ચાલક મેહુલ તડવી*

એકતા નગર: સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે વિશ્વભરના પ્રવાસીઓની પહેલી પસંદ બન્યુ છે અને એકતાનગર ખાતે ફરજ બજાવતા પ્રમાણિક કર્મયોગીઓના નિઃસંદેહ સિંહફાળો રહ્યો છે.અત્રે આવતા પ્રવાસીઓ ઘણી વખતે પોતાની કિંમતી વસ્તુઓ પ્રવાસના સ્થળોએ ભુલી જતાં હોય છે અથવા પડી જતી હોય છે પરંતુ અત્રે ફરજ બજાવતા કર્મયોગીઓએ હંમેશા પ્રમાણિકતા સાબિત કરી છે. મુંબઇથી પોતાના પરિવાર સાથે દિવાળીમાં પ્રવાસે આવેલ કે.કે. સંઘવીને આઇફોન પરત કરતા ભાવવિભોર થયા હતા.

કે.કે. સંઘવી એકતા નગર ખાતે આવેલ વેલી ઓફ ફ્લાવર્સથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ઇ-બસમાં જઇ રહ્યા હતા, તે દરમિયાન તેઓ પોતાનો આઇફોન બસમાં ભૂલી ગયા હતા. ત્યારબાદ તેમને આઇફોન ભુલાઈ ગયું હોવાનું માલુમ પડેલ હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચેલા પ્રવાસીએ ત્યાં ફરજ પર હાજર સ્ટાફને સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી.

દરમિયાન ઇ-બસના ડ્રાઇવર મેહુલ તડવીને બસમાંથી આઇફોન મળી આવ્યો હતો .ત્યારબાદ તેમણે ઇવી-ડેપોના મેનેજર આકાશ રાજપૂતને સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી. ડેપો મેનેજરે સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્ટાફને ત્વરિત જાણ કરી પ્રવાસીની શોધખોળ કરી હતી. અંતે પ્રવાસી મળી જતા તેમનો આઇફોન પરત કરાયો હતો. આ ઘટના અંગે બસ ડ્રાઇવરે જણાવ્યું હતું અવાર નવાર પ્રવાસીઓ પોતાની કિંમતી ચીજ વસ્તુઓ ભૂલી જતા હોય છે ત્યારે એ વસ્તુઓ તેમને પરત આપતા અમે ગર્વ અને ખુશીની લાગણી અનુભવીએ છે.

આઇફોન પરત મળી જતા કે.કે. સંઘવીએ સમગ્ર સ્ટાફ અને બસ ડ્રાઇવરનો ખુબ આભાર માન્યો હતો અને કહ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેક્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસી અને કિંમતી ચીજ વસ્તુઓ હંમેશા સુરક્ષિત છે,મને ગર્વ છે કે હું ભારતીય છું. મને ગર્વ છે કે આપણા દેશનું સંચાલન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી કરે છે. આ એકતા નગરને વિશ્વનું શ્રેષ્ઠ નગર બનાવવા બદલ હું પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો આભાર માનું છું. સાથોસાથ સમગ્ર સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્ટાફનો આભાર માનું છે.

ઉલ્લેખનીય છે કે વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા, સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ તે દેશ-દુનિયામાં પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બની છે,ત્યારે અત્રે સેવા આપી રહેલ કર્મયોગીઓએ પણ પોતાની કામ પ્રત્યેની વફાદારીથી એકતા નગરનું નામ રોશન કર્યું છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!