GUJARATJASDALRAJKOT

Jasdan: જસદણ તાલુકાના કનેસરા ખાતે યોજાયેલ “વિકસિત ભારત સંકલ્પ યાત્રા

તા.૨/૧૨/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Rajkot, Jasdan: રાજ્યના દરેક નાગરિકને સરકારશ્રીની વિવિધ યોજનાઓની માહિતી અને લાભો મળી રહે એ હેતુથી રાજયભરમાં યોજાઇ રહેલી “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના કનેસરા ગામની ક્ન્યાશાળા ખાતે યોજાઇ હતી.

આ ‘‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’’માં ૨૭૫ ગ્રામજનોની ઉપસ્થિતિમાં ડ્રોન પ્રદર્શન, કુદરતી ખેતી કરતા ખેડૂતો સાથે વાર્તાલાપ તેમજ ‘‘ધરતી કહે પુકાર કે’’ પ્રદર્શન અને સોઇલ હેલ્થ કાર્ડ સહિતના પ્રદર્શન યોજાયો હતો. સાથોસાથ મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓને વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંગે માહિતી પણ આપવામાં આવી હતી. સામાન્ય આરોગ્ય શિબિર યોજાઇ હતી. તેમજ લોકોએ વિવિધ યોજનાઓના લાભ લેવા માટે સંકલ્પ લીધો હતો. તેમજ મહિલાઓ અને વિદ્યાર્થીઓને સનમાન અને આયુષ્માન કાર્ડ ૧૦૦% સંતૃપ્તિ, ઘર ઘર જલ અહેવાલ, જન ધન ૧૦૦% સંતૃપ્તિ, જમીનના રેકોર્ડનું ૧૦૦% ડીજીટલાઈઝેશન સહિતની વિવિધ કામગીરી આ કાર્યક્રમ અન્વયે કરાઈ હતી.

આ કાર્યક્રમમાં કનેસરા ગામના સરપંચશ્રી હરેશભાઈ કુકડીયા, તલાટી કમ મંત્રીશ્રી દશરથજી રાઠોડ, મેડિકલ હેલ્થ વર્કરશ્રી ડો. રવિ જાદવ, સભ્ય શ્રી મનસુખભાઈ મકવાણા તેમજ શારદાબેન કુકડીયા અને ગામના સ્થાનિકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!