GUJARATJUNAGADHJUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL

સૂર્ય નમસ્કાર કરવા થઈ જાવ તૈયાર : ગ્રામ્ય કક્ષાથી રાજ્યકક્ષા સુધીની યોજાશે સ્પર્ધા

સૂર્ય નમસ્કાર કરવા થઈ જાવ તૈયાર : ગ્રામ્ય કક્ષાથી રાજ્યકક્ષા સુધીની યોજાશે સ્પર્ધા
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : આરોગ્ય અને ફિટનેસ માટે ફાયદારૂપ એવા સૂર્ય નમસ્કારની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા ગ્રામ્ય કક્ષાથી માંડીને રાજ્યકક્ષા સુધીની યોજાશે. જેમાં વિજેતા બનનારને રાજ્ય સરકાર દ્વારા પુરસ્કૃત કરવામાં આવશે.
નગરપાલિકા અને મહાનગરપાલિકા વિસ્તારમાં વોર્ડવાર આ સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે.
સ્પર્ધકો ૯ થી ૧૮, ૧૯ થી ૪૦ અને  ૪૧ વર્ષથી વધુ વયના લોકો આ સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં ભાગ લઈ શકશે. આમ, ત્રણ વયજૂથ કેટેગરીમાં યોજાનાર આ સ્પર્ધામાં ભાગ લેવા માટે એક લિંક પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજીસ્ટ્રેશન માટેની લિંક ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
ગ્રામ્ય કક્ષાએ અને વોર્ડ વાર સ્પર્ધા ૧૦ મિનિટમાં ૧૧ સૂર્ય નમસ્કાર કરવાના રહેશે. ત્યાર પછી તાલુકા, જિલ્લા અને રાજ્યકક્ષાની સ્પર્ધાઓમાં માપદંડ મુજબ વધુ સૂર્ય નમસ્કાર કરવાના રહેશે. સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં વિજેતા બનવા માટે ઓછા સમયમાં વધુ સૂર્ય નમસ્કાર કરવા, યોગ્ય મુદ્રાઓમાં સૂર્ય નમસ્કાર કરવા સહિતના માપદંડ રહેશે.
જૂનાગઢ શહેરમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવા માટે મહાનગરપાલિકા ખાતે સંબંધીત અધિકારીઓની એક બેઠક પણ યોજવામાં આવી હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!