GUJARATJUNAGADHMANGROL

માંગરોળના ભાથરોટ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સામૈયું

ધારાસભ્ય દેવાભાઈ માલમની ઉપસ્થિતિમાં પ્રજાલક્ષી યોજનાઓના લાભોનું વિતરણ કરાયું
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : માંગરોળના ભાથરોટ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું કુમારિકા બાળાઓએ પરંપરાગત પરિધાનમાં સામૈયું કર્યું હતું. ઉપરાંત ગ્રામજનોએ પણ તિરંગો ફહેરાવી વિકસિત ભારત સંકલ્પ યાત્રાને આવકારી હતી.
આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી અને તેમના હસ્તે કેન્દ્ર રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગ્રામજનોએ ટીબી સ્ક્રિનિંગ ઉપરાંતની આરોગ્ય સેવાઓ લાભ મેળવ્યો હતો.
આ પ્રસંગે તેજસ્વી વિદ્યાર્થીઓ અને રમતવીરોનું સન્માન કરવામાં આવ્યું હતું સાથો સાથ ગામના વિશિષ્ટ મહિલાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
ધરતી કહે પુકાર કે લઘુ નાટકના માધ્યમથી ગ્રામજનોને પ્રાકૃતિક ખેતી માટે પણ પ્રેરિત કરવામાં આવ્યા હતા.
ઉપરાંત વિવિધ જન કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓએ મેરી કહાની, મેરી જુબાની અંતર્ગત પોતાના પ્રતિભાવો આપ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના ચેરમેન સોમતભાઈ વાસણ, સરપંચ દેવીબેન વાઢીયા સહિતના અગ્રણીઓ અને જુદા જુદા વિભાગના કર્મચારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!