CHOTILAGUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

પાંચાળનું ખમીર ચોટીલાનો જવાન ભારતીય સૈન્ય પેરા કમાંડોની તાલીમ પૂર્ણ કરી વતન આવતા ભવ્ય સ્વાગત

તા.08/12/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

કિશનભાઇ બથવારને પાંચાળ ગૌરવ એવોર્ડ એનાયત થશે – પાંચાળ વિકાસ બોર્ડ પ્રમુખ વિનોદભાઈ વાલાણી

પાંચાળ પ્રદેશના ચોટીલા તાલુકાના આંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારના છેવાડાના વગડાની વનરાઈ અને માટીની મહેંક પ્રસરાવતા ખોબા જેવડું ગામ મોકાસરનો લાડલો દીકરો કિશનભાઈ મંગાભાઈ બથવાર પહેલા અગ્નિવીર યોજનામા સિલેકટ થયા પછી તેની છ માસની તાલીમ બેંગ્લોર ખાતે પૂર્ણ કર્યા બાદ ભારતીય સૈન્ય પેરા કમાન્ડોની પરીક્ષા પાસ કરી કમાન્ડોની તાલીમ રાજસ્થાનમાં પૂર્ણ કર્યા બાદ આગ્રામા 18000 ની ઊંચાઈથી પેરાશુટ જમ્પની તાલીમ પર પ્રતિકૂળ વાતાવરણમા મકકમતા પૂર્વક પાસ કરીને આજે માદરે વતન પાંચાળની ધન્ય ઘરામાં આવતા ચોટીલા પંથકના પ્રજાજનોએ કમાન્ડો જવાનનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું સ્વાગત બાઈક રેલી ચોટીલાથી મોકાસર ગામની શાળા સુધી ફરી નવ યુવાનોને પ્રેરણા પૂરી પાડીમા ભોમની સેવા કાજે તત્પર થવાની પ્રેરણા પૂરી પાડી હતી પાંચાળ વિકાસ બોર્ડ પ્રમુખ વિનોદભાઈ વાલાણીએ કિશનભાઇને ગીફ્ટ મોમેન્ટો હાર અને શાલ ઓઢાડી બાબા સાહેબ આંબેડકર અને ભારત માતાની છબી અર્પણ કરી દિવ્ય અને ભવ્ય સન્માન કર્યુ હતું વધુમાં કિશનભાઈએ પાંચાળ પ્રદેશને ગૌરવ અપાવવા બદલ વિનોદભાઈ વાલાણીએ કિશનભાઈ બથવારને પાંચાળ ગૌરવ એવોર્ડથી સન્માનિત કરવા તત્પરતા દર્શાવી હતી કાર્યક્રમમાં સાથે શિક્ષણવિદ રત્નાભાઇ ચાવડા જોડાયા હતા ઉલ્લેખનીય છે પાંચાળ પ્રદેશમાથીમાં ભોમની રક્ષા કાજે અનેક યુવાનો ભારતીય સૈન્યમાં જોડાઈ ગરવી ગુજરાત અને પાંચાળ પ્રદેશનું ગૌરવ વધારી રહ્યા છે .

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

Back to top button
error: Content is protected !!