GUJARATJUNAGADHJUNAGADH CITY / TALUKO

મંત્રીના નકલી પીએ પર વધુ એક ફરિયાદ જૂનાગઢના યુવાનને નોકરીની લાલચ આપી પડાવ્યા ૪.૭૫ લાખ

મધુરમ વિસ્તારમાં રહેતા એક યુવાનને નોકરીની લાલચ આપી રાજ્યકક્ષાના મંત્રીના નકલી પી.એએ રૂ. ૪.૭૫ લાખ પડાવ્યાની સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ.
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જુનાગઢ : સાબલપુર ચોકડી નજીકથી થોડા દિવસો પહેલા રાજ્ય કક્ષાના મંત્રીનો નકલી પીએ તાલુકા પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો. આ નકલી પીએ પકડાયા બાદ પોલીસ દ્વારા અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં મંત્રીના નકલી પીએ રાજેશ જાદવ દ્વારા ધોરાજી અને ગોંડલમાં સમૂહ લગ્નના નામે રૂ.૩૫૦૦૦/- ની છેતરપિંડી કરવામાં આવી હતી.
જ્યારે ફરી આજે મંત્રીના નકલી પીએ રાજેશ જાદવ વિરુદ્ધ નોકરીની લાલચ આપી લાખો રૂપિયા પડાવવાની પોલીસ ફરિયાદ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે.
જે ફરિયાદ મધુરમ વિસ્તારમાં રહેતા નીરજ પ્રવીણભાઈ વૈષ્ણવ દ્વારા નોંધાવવામાં આવી છે. જેમાં નીરજ વૈષ્ણવ છેલ્લા છ વર્ષથી વંથલી સ્વામિનારાયણ ગુરુકુળમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે.અને તેના પત્ની સંગીતાબેન ટીંબાવાડી નજીક આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલમાં નોકરી કરે છે. તેમજ નીરજભાઈના પિતા અમરેલી ખાતે આયુર્વેદિક ડોક્ટરની પ્રેક્ટિસ કરે છે. અને નીરજભાઈએ પીટીસી તેમજ એમ.એડ અને પીજીડીસીએનો અભ્યાસ કરેલ છે.
ત્યારે સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો નીરજ વૈષ્ણવે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, કે તેના પિતા જ્યારે લગ્ન પ્રસંગમાં તાલાળા ગયા હતા. ત્યારે નકલી પીએ રાજેશ જાદવ તેના પિતાને મળ્યો હતો. અને કહ્યું હતું કે પોતે જુનાગઢ વાડલા ફાટક ગાર્ડન સિટીમાં રહે છે. અને ગુજરાત રાજ્યના મંત્રી પરષોત્તમ સોલંકીનો પીએ છે .અને કોઈપણ કામકાજ હોય કે કોઈને નોકરી પર લગાવવાના હોય તો કહેજો મેં ઘણાને નોકરીમાં લગાડેલ છે. એવુ કહી રાજેશ જાદવે પોતાના નામ વાળું પરસોતમ સોલંકીના પીએ હોવાનું વીઝીટીંગ કાર્ડ પણ નીરજ વૈષ્ણવના પિતાને આપ્યું હતું.
જેથી થોડા થોડા દિવસો બાદ નીરજ વૈષ્ણવના પિતાએ પોતાના દીકરા નીરજને સરકારી નોકરી માટે રાજેશ જાદવને વાત કરી હતી. ત્યારે રાજેશ જાદવે નીરજને સરકારી શિક્ષકમાં ગોઠવી આપવાની વાત કરતા નોકરી માટે રૂપિયા ખર્ચવા પડશે તેવું જણાવ્યું હતું. અને ત્યારબાદ આ નકલી પીએ રાજેશ જાદવે અલગ અલગ બેન્ક એકાઉન્ટ મારફતે અને રોકડ રૂપિયા મળી કુલ રૂ. ૪.૭૫ લાખ પડાવ્યા હતા.
તેમજ એટલું જ નહીં આ નકલી પીએ રાજેશ જાદવે ઘણો સમય વીત્યા બાદ નીરજ વૈષ્ણવના પિતાએ નોકરી બાબતે પૂછતા તેમને કહ્યું હતું. કે હું ગાંધીનગરથી તમારી નોકરીનો હુકમ લઈને આવ્યો છું. એકાદ મહિનામાં સહી સિક્કા થયા બાદ આ ઓર્ડર તમને મળી જશે. અને ત્યારબાદ કેશોદમાં શિક્ષક તરીકેની નોકરીનો હુકમ નીરજ વૈષ્ણવને બતાવેલ પરંતુ સહી વિનાનો આ ઓર્ડર જોઈ આ નકલી પીએની પોલ છતી થઈ હતી.
જ્યારે હાલ આ સમગ્ર મામલે નોકરીની લાલચ છેતરપિંડીનો ભોગ બનેલા નીરજ વૈષ્ણવે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેને લઇ જુનાગઢ સી ડિવિઝન પોલીસ દ્વારા આ નકલી પીએ બાબતે વધુ તપાસ હાથ ધરી છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!