GUJARATJUNAGADHJUNAGADH RURAL

જૂનાગઢ આરસેટી ખાતે નિઃશુલ્ક પાર્લર/સલુન અને ફોટોગ્રાફી/વિડિયોગ્રાફીની તાલીમ યોજાશે

તા. ૨૦ ડિસેમ્બરથી ૧૮ થી ૪૫ વર્ષ સુધીના ગ્રામ્ય વિસ્તારના ભાઇઓ તાલીમ મેળવી શકશે
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના ભાઇઓ માટે તા.૨૦ ડિસેમ્બરથી ૩૦ દિવસની નિઃશુલ્ક પાર્લર/સલૂન અને ફોટોગ્રાફી/વિડીયોગ્રાફીની તાલીમનું આયોજન જૂનાગઢ એસબીઆઇ આરસેટી ખાતે કરવામાં આવ્યું છે.
ગ્રામ્ય વિસ્તારના યુવાનોને કૌશલ્યનો ઉપયોગ તાલીમ મળી રહે તે માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કટીબધ્ધ છે. ત્યારે જૂનાગઢ ખાતે આવેલ ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા(આરસેટી) દ્વારા જૂનાગઢ અને ગીર સોમાનાથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના ભાઇઓ માટે આગામી તા.૨૦/૧૨/૨૦૨૩થી પાર્લર/સલૂન અને ફોટોગ્રાફી/વિડીયોગ્રાફીની તાલીમનું આયોજન એસબીઆઇ ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનની બાજુમાં, બીલખા રોડ, જૂનાગઢ ખાતે કરવામાં આવ્યું છે. આ ૩૦ દિવસની તાલીમમાં ૧૮ થી ૪૫ વર્ષના ભાઇઓ ભાગ લઇ શકશે. જેમને નિઃશુલ્ક તાલીમ સાથે નિઃશુલ્ક રહેવા-જમવાની સુવિધા આપવામાં આવશે. તાલીમ દરમિયાન આ સંસ્થામાં રોકાવું ફરજિયાત છે. આ તાલીમમાં જોડાવવા માટે તાલીમ નંબર ૯૯૦૪૬૪૬૪૬૬ ઉપર સોમવાર થી શનિવાર સવારે ૧૦ થી ૫ વાગ્યા સુધીમાં સંપર્ક સાધી શકાશે.
આ પાર્લર/સલૂનની તાલીમમાં હેર કટીંગ, હેર કલર, મસાજ, મેકઅપ, ફેશિયલ, મેનીક્યોર, પેડિક્યોર વગેરે જેવી વિવિધ વસ્તુઓની તેમજ ફોટોગ્રાફી/વિડીયોગ્રાફીની નિઃશુલ્ક તાલીમ આપવામાં આવશે. જેના માટે જરૂરી ડોક્યુમેન્ટમાં પાસપોર્ટ સાઇઝના ૩ ફોટો, આધારકાર્ડ, રેશનકાર્ડ, માર્કશીટ/શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, બેન્કની પાસબુકની નકલ સહિતના ડોક્યુમેન્ટ ઓરીજનલ અને ઝેરોક્ષ સાથે લાવવાના રહેશે. આ તાલીમ દરમિયાન ભારત સરકાર માન્ય એનએસક્યુએફ સર્ટીફિકેટ અને સબસિડીવાળી લોનનો લાભ આપવામાં મદદ કરવામાં આવશે

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!