GUJARATJETPURRAJKOT

Rajkot: રાજકોટ પોલીસ દ્વારા કુબલીયાપરા વોકળા વિસ્તારમાં આલ્કોહોલ પ્રોહિબિશનની ખાસ ડ્રાઇવ યોજાઈ

તા.૧૧/૧૨/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

૪૮૦૦ લીટર દારૂનો નાશ કરાયોઃપ્રોહીબીશનના પાંચ ગુના દાખલ કરાયા

Rajkot: રાજકોટમાં જાહેર શાંતિ અને સલામતીની જાળવણી માટે કાર્યરત પોલીસ દ્વારા કુબલીયાપરા વોકળા વિસ્તારમાં ગેર કાયદેસર પ્રવૃતિઓ અટકાવવા અંગે રાજકોટ પોલીસ દ્વારા પ્રોહિબિશનની વિશેષ ડ્રાઇવ યોજવામાં આવી હતી. આ ડ્રાઇવમાં સ્થળ પર તપાસ હાથ ધરાતા પ્રતિબંધિત વસ્તુઓનો જથ્થો મળી આવ્યો હતો.

આ ખાસ પ્રોહિબિશનની ડ્રાઇવ દરમિયાન ૩૨૦ ડબ્બા એટલે કે લગભગ ૪૮૦૦ લીટર દારૂ ગાળવાનો વોશનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. તેમજ જવાબદારો સામે પ્રોહીબિશનના કુલ પાંચ ગુના દાખલ કરવામાં આવેલ હતા.

આ ડ્રાઈવમાં પી.આઈ. ભાર્ગવસિંહ ઝણકાટ, પી.એસ.આઇ. આર.આર.સોલંકી તથા થોરાળા પોલીસ સ્ટેશનના અન્ય સ્ટાફ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!