GUJARATLAKHTARSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

સુરેન્દ્રનગર LCB ટીમે 15 માસથી પેરોલ જમ્પ કરી નાસતા ફરતા આરોપીને વણા નજીકથી દબોચી લીધો.

તા.16/12/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાની હાઈવે ચોરીઓમાં સામેલ 18 શખ્સો સામે પોલીસે વર્ષ 2020 માં ગુજસીટોકનો ગુનો દાખલ કર્યો હતો ત્યારે આ કેસમાં જેલમાંથી પેરોલ પર છુટી આરોપીઓ ફરાર થઈ ગયા હતા જેમાં તાજેતરમાં બે આરોપી ઈંગરોળીથી અને એક લખતરથી પકડાયો હતો ત્યારે ગુરૂવારે એલસીબી ટીમે વધુ એક ફરાર આરોપીને વણા ગામના પાટીયા પાસેથી પકડી લઈ લખતર પોલીસના હવાલે કર્યો છે સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ હાઈવે પર ચાલુ વાહને ચોરી કરતી ગેંગના સભ્યોએ તરખાટ મચાવ્યો હતો ત્યારે વર્ષ 2022 માં પોલીસે આવી ચોરીઓમા સામેલ ગેડીયા ગેંગના 18 સભ્યો સામે ગુજસીટોક ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝ ક્રાઈમ એકટ 2015 મુજબ ગુનો દાખલ કર્યો હતો અને આરોપીઓને જેલ હવાલે કર્યા હતા જેમાં સમયાંતરે આરોપીઓ પેરોલ પર છુટી ફરાર થઈ ગયા હતા જેમાં તાજેતરમાં જ પોલીસે ઈંગરોળીમાંથી બે આરોપીઓને દબોચી લીધા હતાં જયારે લખતર પોલીસે બે દિવસ પહેલા જ 33 વર્ષીય ઈંગરોળીના મહમદખાન માલાજી મલેકને પકડી પાડયો હતો આ દરમિયાન એલસીબી પીઆઈ વી.વી.ત્રીવેદીની સુચનાથી લખતર પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલી એસ.વી. દાફડા, લક્ષ્મણસીંહ, સાહીલભાઈ સહિતનાઓને આ કેસનો વધુ એક પેરોલ જમ્પ આરોપી સીરાઝ રહીમભાઈ જતમલેક વણા ગામના પાટીયા પાસે હોવાની બાતમી મળી હતી આથી એલસીબી ટીમે તેને પકડી લઈને લખતર પોલીસના હવાલે કર્યો હતો પોલીસની પ્રાથમીક પુછપરછમાં પેરોલ જમ્પ કર્યા બાદ સીરાઝખાને ધ્રાંગધ્રાના જશાપર ભરાડાની સીમમાં, અંકેવાળીયા અને કારેલા ગામેથી એરંડા, મોઢવણામાં જીરૂ અને લખતર હાઈવે પરથી સાથીદારો સાથે મળી તુવેરદાળની ચોરીને અંજામ આપ્યો હતો.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

Back to top button
error: Content is protected !!