GUJARATNAVSARIVANSADA

Navsari: SOG પોલીસની ટીમે વાંસદાના ખાંભલા ગામેથી વિસ્ફોટક ડિટોનેટર અને ઝીલેટિનનો જથ્થો ઝડપી પાડ્યો.

મદન વૈષ્ણવ

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ખાંભલા ગામના પાયરી ફળીયાના એક ઘરમાંથી વિસ્ફોટક એક્ષપ્લોઝીવ ઝીલેટીન સ્ટીક તથા ઈલેકટ્રીક ડીટોનેટરનો રૂ.28510 નો જથ્થો ઝડપી પાડયો.પ્રાપ્ત માહિતી મુજબ નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સુશીલ અગ્રવાલ ની સૂચનાથી બાતમીના આધારે  SOG ના પોલીસ ઇન્સ્પેકટર પી.બી.પટેલીયાના સૂચન અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ. એ.આર.સુર્યવંશી તથા સ્ટાફના પોલીસ માણસોએ ખાંભલા ગામે રહેતા લક્ષુભાઇ કનસુભાઇ ભગરીયાના રહેણાંક ઘરમા રેડ પાડી હતી ઘરમાં છુપાવી રાખેલો પાસ પરમીટ વગરનો એક્સપ્લોઝીવ ઝીલેટિન સ્ટીક નંગ 175 જેની કિંમત 26,250 તેમજ ઈલેકટ્રીક ડીટોનેટર નંગ 113 જેની કિંમત 2260 મળી કુલ્લે 28510 રૂપિયાનું ગેરકાયદેસર જથ્થો મળી આવ્યો હતો. આ વિસ્ફોટક જથ્થો કબ્જે કરી આરોપી લક્ષુભાઇ કનસુભાઇ ભગરીયા ઘરે હાજર નહી રહેતા તેને વોન્ટેડ જાહેર કરી કાયદેસરનો ગુનો નોંધ કરી વધુની તપાસ વાંસદા પોલીસ મથકના પીએસઆઈ સોંપવામાં આવી હતી વાંસદા પીએસઆઈ એ આરોપી લક્સુભાઈ કનસુભાઈ  ભગરીયાને પકડવાના ચક્રો ગતિમાન કરી વધુની તપાસ હાથ ધરી હતી.જયારે  આ વિસ્ફોટક જથ્થો ક્યાંથી લાવ્યો અને કોને વેચવાનો હતો તેની વિગતવાર માહિતી આરોપી પકડાયા બાદ જાણવા મળશે.

Back to top button
error: Content is protected !!