GUJARATPRANTIJSABARKANTHATALOD

પ્રાંતિજ તાલુકાના ઘડકણ ખાતે ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા ધારાસભ્યશ્રી ગજેન્દ્રસિંહ પરમારની ઉપસ્થિતિમાં યોજાયો

પ્રાંતિજ તાલુકાના ઘડકણ ખાતે ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા ધારાસભ્યશ્રી ગજેન્દ્રસિંહ પરમારની ઉપસ્થિતિમાં યોજાયો

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ઘડકણ ગામે ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર ની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઇ હતી આ પ્રસંગે ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા તેમજ વિકસિત ભારત-૨૦૪૭ ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ લીધા હતા. લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે સહાય વિતરણ કરાયું હતું.

શાળાના બાળકોએ ધરતી કરે પોકારની સુંદર પ્રસ્તુતિ કરી પર્યાવરણ બચાવવાનો સંદેશ આપ્યો હતો.

આ કાર્યક્રમ સ્થળે આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે આરોગ્યની તપાસ, આયુષ્યમાન ભારત કાર્ડ તેમજ ઉજ્જવલા યોજના અંગેના સ્ટોલ ઉભા કરી યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ગામના સરપંચશ્રી, જનપ્રતિનિધિઓ, આગેવાનો, અધિકારી/કર્મચારીશ્રીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!