GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI મોરબી:મધ્યપ્રદેશ ની ભૂલી પડેલ કિશોરીને અભયમ ટીમ દ્વારા સલામત આશ્રય અપાવ્યો

MORBI મોરબી:મધ્યપ્રદેશ ની ભૂલી પડેલ કિશોરીને અભયમ ટીમ દ્વારા સલામત આશ્રય અપાવ્યો

તારીખ 19-12/2023 ના રોજ સાંજના પાંચ વાગ્યા ની આજુબાજુ માં કેસ આવેલ. જેમાં એક જાગૃત પુરુષ દ્વારા ફોન કરી તેમને કહ્યું કે એક 13 વર્ષની કિશોરી મોરબી સીરામીક ઉદ્યોગમાં કામ કરતી હતી .અને મધ્યપ્રદેશ તેના ઘરે જવા માટે નીકળી હતી. પરંતુ તે અત્યારે ત્રાજપર ચોકડી પાસે ભૂલી પડેલ છે. તેવું 181 કોલ કરીને જણાવેલ.


181 ટીમને જાણ થતા 181 ના કાઉન્સિલર વૈશાલીબેન તથા કોન્સ્ટેબલ ભારતી બેન અને પાયલોટ સાથે તાત્કાલ ઘટના સ્થળે આવી પહોંચ્યા. કિશોરીની ઉંમર 13 વર્ષની હતી. કિશોરી ખૂબ ગભરાયેલી હતી. કિશોરી રડતી હતી .કિશોરીના કાઉન્સિલિંગ દરમિયાન જાણવા મળ્યું કે તે તેમના કાકાના ફ્રેન્ડ સાથે 15 વ્યક્તિઓ એક મહિના પહેલા કામ અર્થે મોરબી આવેલ. કિશોરીના માતા- પિતા હયાત નથી. કિશોરી તેમના કાકી સાથે રહેતી હતી. તેથી તેમના કાકી એ તેમને કામ માટે અહીં મોકલેલ હતી. તેમના ગામના વ્યક્તિઓ નું કામ પૂર્ણ થતા. તે લોકો મધ્યપ્રદેશ જવા માટે નીકળી ગયેલ હતા. કિશોરી ઠેકેદાર સાથે હતી .ઠેકેદાર પણ તેમના ગામ ના હતા. કાર્ય સ્થળ પર ઠેકેદાર બદલાતા કિશોરીને કંપની પરથી તેના ઘરે જવા માટે નીકળેલ હતી. કિશોરીને તેમના વતનમાં તેમના ઘરનું એડ્રેસ ખ્યાલ હતું . મધ્યપ્રદેશ ના ઇન્દોર જિલ્લાના એક ગામમાં રહે છે . પરંતુ મોરબીમાં જે કંપનીમાં કામ કરવા માટે આવેલ હતી તે કંપનીનું નામ યાદ હતું નહીં. પરંતુ કંપની કયા વિસ્તારમાં આવેલી છે. તેનું એમને ખ્યાલ હોવાથી કિશોરીએ જણાવેલા સરનામા પર લઈ ગયેલ .પરંતુ ત્યાં પણ તેમને કઈ યાદ આવેલ નહીં .તથા તેમના કાકી કાકાનો કોઈનો પણ નંબર ખ્યાલ હતો નહી . તેથી કિશોરીને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લઈ આવેલ ત્યારબાદ કિશોરીએ જણાવે સરનામા મુજબ તેમના ગામની હદ ના પોલીસ સ્ટેશનમાં બી’division પોલીસ સ્ટેશન ના કર્મચારીએ મધ્ય પ્રદેશ ના થાણા અધિકારી સાથે કિશોરી ની વાત- ચિત કરેલ.અને કિશોરીનો ફોટો whatapp મારફતે થાણા અધિકારી ને મોકલેલ.કિશોરી ના ઘરનો જ્યાં સુધી તેમના કાકા કાકી નો કોન્ટેક ના થાય ત્યાં સુધી કિશોરી ને આશ્રય અર્થે વિકાસ ગૃહમાં સુરક્ષિત સોંપેલ છે

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Back to top button
error: Content is protected !!