સ્માર્ટ કલાસરૂમના “સ્માર્ટ ભ્રષ્ટાચાર”ની બૂ
જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને કોઈ માહિતી નથી,જો કે અમલી કરણ અધિકારી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જ હતા.
સરસ્વતીનાં મંદિરમાં જ ભ્રષ્ટાચાર થયો હોવાનું ચર્ચા એ જોર પકડ્યું.સ્માર્ટ શાળા ન બની પણ સ્માર્ટ ભ્રષ્ટાચાર થઈ ગયો!
વાંકાનેર: પ્રાથમિક શિક્ષણ અધિકારી નિંદ્રા ધીન હોય તેમ રોજ રોજ કંઈક ને કંઈક ભ્રષ્ટાચાર વાંકાનેર પ્રાથમિક શિક્ષણ વિભાગમાંથી બહાર આવતો હોય છે.શિષ્યવૃત્તિ કૌભાંડનું કોકળું હજુ ઉકલ્યું નથી ત્યાં સ્માર્ટ કલાસરૂમ બનાવવાના નામે લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાની બૂ આવી રહી છે.
વાકનેર તાલુકામાં પાંચ પ્રાથમિક શાળાઓમાં સ્માર્ટ કલાસરૂમ બનાવવા માટે રૂ લાખોની ગ્રાન્ટ આપવામાં આવી હતી પરંતુ પાંચ પ્રાથમિક શાળાઓમાં માત્ર સ્માર્ટ કલાસરૂમના નામે એક પ્રોજેક્ટર મશીન ફાળવવામાં આવ્યું છે.
રાષ્ટ્રીય તહેવાર ઉજવણી ગ્રાન્ટમાં પણ ભ્રષ્ટાચાર શરમ કરો…શરમ
વાંકાનેર તાલુકાની પાંચ પ્રાથમિક શાળાઓમાં રાષ્ટ્રીય તહેવાર ઉજવણી ગ્રાન્ટમાંથી અંદાજે રૂ 2500000 (પચીસ લાખ) ની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી.આ ગ્રાન્ટના અમલી અધિકારી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પોતે જ હતા છતાં અમલીકરણ અધિકારીને હકીકત લક્ષી માહિતી નથી.
શાળાના આચાર્યોને પૂછતાં શાળામાં માત્ર એક પ્રોજેક્ટર આવ્યું છે જેની બજાર કિંમત અંદાજે રૂ 50000 જેવી હશે તેવું જાણવા મળ્યું હતું.ત્યારે જોવાનું રહ્યું કે હવે દૂધનું દૂધ અને પાણી નું પાણી થશે કે પછી ભ્રષ્ટાચાર ને છુપવવામાં વધુ એક ભ્રષ્ટાચાર થશે! એ તો હવે તપાસનીશ ઉચ્ચ અધિકારી કાર્યવાહી ઉપર જ ખબર પડશે!
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર