CHHOTA UDAIPURGUJARATNASAVADI

નસવાડી તાલુકાના અંતરિયાળ ગામોમાં ધર્માંતરણ પ્રવૃત્તિ રોકવા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મામલતદારને આવેદન અપાયું

નસવાડી તાલુકો આદીવાસી બાહુલ્ય વસ્તી ધરાવતો તાલુકો છે અને નસવાડીના અંતરીયાળ ડુંગર વિસ્તારમાં નર્મદા નદી પસાર થાય છે.નર્મદાનાં સામે કીનારે મહારાષ્ટ્ર રાજ્યની સરહદ આવેલી છે.જયારે ઊંડાણના ગામડા જેવો કે ગનીયાબારી,સાંકડીબારી, રેલીયાઆંબા, બુધાજુલધાની, કડુલી મહુડી,જેવા ગામોમાં ખ્રિસ્તી મિશનરીઓ તારીખ 25/12/2023 દ્વારા નાતાલ પર્વની ઉજવણી કરે છે.જયારે ગરીબ આદિવાસી લોકોને પટાવી ફોસલાવી તેમજ લોભ લાલચ આપીને ધર્માંતર જેવી પ્રવુતિ કરાવવામાં આવે છે. જેના વિરોધમાં આજે વિશ્વ હિન્દુ પરિષદ તેમજ અલગ અલગ હિન્દુ સંગઠનો મામલતદાર કચેરી ઉપર ભેગા થયાં હતા અને ધર્મ પરિવર્તન બંધ કરો, ધર્મ પરિવર્તન બંધ કરો,નાં ભારે સૂત્રોચાર કરીને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જયારે આ કાર્યક્રમ થશે તો સ્થળ ઉપર જઈને ભારે વિરોધ કરવામાં આવશે તેવું વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા જણાવ્યું હતું.એક વર્ષ પહેલા પણ હિન્દુ સંગઠન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.તંત્ર દ્વારા આ ધર્માંતરણ થતું અટકાવવામાં આવે અને આવા કોઈ કાર્યક્રમ ન થાય તેવી હિન્દુ સંગઠન દ્વારા માંગ કરી આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!