DANGGUJARAT

ડાંગ જિલ્લા પોલીસે તહેવારોનાં પૂર્વે જિલ્લાનાં કુખ્યાત બુટલેગરને પાસા હેઠળ ઝડપી પાડયો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામાં નાતાલ અને નવા વર્ષની ઉજવણીમાં કાયદો અને શાંતિ જળવાઈ રહે તે હેતુથી ડાંગ જિલ્લા પોલીસ એ કુખ્યાત બુટલેગરને પાસા હેઠળ ઝડપી પાડ્યો હતો.

ડાંગ જીલ્લામાં આગામી દીવસોમાં નાતાલ અને નવા વર્ષની ઉજવણીમાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે અને દારુની અસામાજીક પ્રવૃત્તિ પર અંકુશ રહે તે માટે ડાંગ જિલ્લા પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે.ત્યારે આહવા પોલીસ સ્ટેશનમાં -૩ અને સુબીર પોલીસ સ્ટેશનમાં – ૨ દારૂનાં ગુનામાં સંડોવાયેલ કુખ્યાત બુટલેગર સંજીવ ઉર્ફ સંજુ ગમજ પવારને પોલીસે ઝડપી પાડ્યો હતો.ડાંગ જીલ્લાના કુખ્યાત બુટલેગર સંજીવ ઉર્ફે સંજુ ગમજભાઇ પવાર (રહે.પીપલપાડા, તા.સુબીર, જી.ડાંગ)  વિરુધ્ધ કાળજી પુર્વક પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી.જે દરખાસ્તના આધારે સંજીવ પવારની પાસા હેઠળ વોરંટ જારી કરવામાં આવ્યો હતો.અને પોલીસે તેની અટકાયત કરી હતી.તેમજ આરોપીને  સેન્ટ્રલ જેલ, સાબરમતી, અમદાવાદ ખાતે મોકલી આપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!