RAMESH SAVANI

RAMESH SAVANI : સરકારને/ ગાંધીવાદી સંસ્થાઓને/ વિદ્યાપીઠોને ગાંધીજી નહીં, RSS/ સ્વામિનારાયણ સંસ્થાઓ પ્રસ્તુત લાગે છે !

કેટલીક ઘટનાઓ મનને વિચલિત કરી મૂકે છે. 22 ડીસેમ્બર 2023ના રોજ વાત્સલ્યધામ લોકશાળાના વાર્ષિકોત્સવનું આમંત્રણ મળ્યું. આ શાળામાં 10 /11 ધોરણમાં મેં અભ્યાસ કર્યો હતો. સંસ્થા પ્રત્યે લગાવ હોય તે સ્વાભાવિક છે, જે અહીં શીખવા મળ્યુ તે બીજે હું શીખી શક્યો ન હોત, તેમ માનું છું. આ સંસ્થામાં હિન્દુ મુસ્લિમ/ ઉચ્ચ-નીચના ભેદભાવનો સંપૂર્ણ અભાવ હતો, તે તેની વિશિષ્ટતા હતી. પરંતુ હવે આ ગાંધીવાદી સંસ્થામાં 31 ડીસેમ્બર 2023ના રોજ ગઢડા અક્ષરપુરુષોત્તમ સંસ્થાના કોઠારી આધ્યાત્મિકસ્વામીને આશીર્વચન પાઠવવા આમંત્રણ આપેલ છે !
ગુજરાતના શિક્ષણ વિભાગે 22 ડીસેમ્બર 2023ના રોજ ગીતાજયંતિના દિને, નિર્ણય કર્યો છે કે ધોરણ 6થી 8ના અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓને ગીતાના પાઠ ભણાવાશે !રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તૈયાર કરેલ પુસ્તકનું શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાની ઉપસ્થિતિમાં વિમોચન કરવામાં આવ્યું હતું. આ પુસ્તકમાં ગીતાના મંત્ર અને તેમના ગુજરાતી ભાષાંતરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ પુસ્તકનો લાભ સાયન્સના વિદ્યાર્થીઓ પણ લઈ શકશે. 6થી 8 ધોરણમાં એની પરીક્ષા પણ લેવાશે. 2024ના નવા સત્રથી જ આ પુસ્તક ભણાવાશે. શિક્ષણમંત્રીએ કહેલ કે “ગીતાના સિદ્ધાંતો એ ભગવાનની વાણી છે. આખી દુનિયા ગીતાના સિદ્ધાંતો સ્વીકારી રહી છે. દરેકને સુખ આપનારો આ ગ્રંથ છે. આ પુસ્તકના અભ્યાસક્રમથી વિદ્યાર્થીઓમાં ડિપ્રેશન ઘટશે અને આત્મહત્યાના કેસમાં પણ ઘટાડો થશે. અર્જુન સૌપ્રથમ ડિપ્રેશનનો ભોગ બન્યો હતો, જેને કૃષ્ણએ ગીતાનું જ્ઞાન આપી ડિપ્રેશનમાંથી બહાર કાઢ્યો હતો. આ જ્ઞાન જીવન જીવવા માટે છે, જે બધાને કામ લાગશે. પછી એ ડોક્ટર હોય કે એન્જિનિયર, બિઝનેસમેન હોય કે લોયર કે પછી પોલિટિશિયન, દરેકને માટે આ સિદ્ધાંતો કામ લાગશે !”
થોડાં પ્રશ્નો : [1] શૂદ્રોએ ઉપલા ત્રણ વર્ણોની સેવા કરવી એવો ઉપદેશ આપતા સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી પાસેથી ગાંધીવાદી સંસ્થાએ આશીર્વચન પ્રાપ્ત કરવા પડે? ગાંધીવાદી સંસ્થાઓ/ વિદ્યાપીઠોને હવે ગાંધીજી અપ્રસ્તુત લાગે છે અને RSS/ સ્વામિનારાયણ સંસ્થાઓ પ્રસ્તુત લાગે છે ! ગાંધીવાદી સંસ્થાઓનું આ કેવું પતન? ગાંધીવાદી સંસ્થાઓના સંચાલકોને ગાંધીવાદી વિચારધારામાં ખામી લાગતી હશે? કે ગાંધીજીને વાંચ્યા/ પચાવ્યા નહીં હોય? [2] જો ગીતાના સિદ્ધાંતો ઉપયોગી હોય તો સત્તાપક્ષના નેતાઓ પોતાના બાળકો કોન્વેટ સ્કૂલ/ કોલેજમાં શામાટે ભણાવતા હશે? વિદેશમાં જ્યાં ગીતા ભણાવાતી નથી ત્યાં પોતાના સંતાનોને શામાટે મોકલતા હશે? [3] વિદ્યાર્થીઓમાં ડિપ્રેશન ઘટાડવું હોય/ આત્મહત્યાના કેસમાં ઘટાડો કરવો હોય તો તેમને રોજગારી મળે તે દિશામાં કામ કરવાની જરુર છે કે મંત્રોચ્ચારની? સરકાર જો અદાણી/ અંબાણીની જેટલી ચિંતા કરે છે એટલી જ ચિંતા વિદ્યાર્થીઓની/ યુવાનોની કરે તો કોઈને આત્મહત્યા કરવાની જરુર પડે? આત્મહત્યા પાછળ મુખત્વે આર્થિક કારણ જવાબદાર હોય છે, એને મંત્રોચ્ચાર/ મંત્ર-ભણતરથી દૂર કરી શકાય? સંપ્રદાયના સ્વામીના આશીર્વચનથી દૂર થાય?rs
All reactions:

2

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!