ARAVALLIBAYADGUJARAT

અરવલ્લી : બાયડ પોલીસે બોર ટીંબા ગામે તબેલામાંથી 56 હજારનો વિદેશી દારૂ ઝડપ્યો  

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : બાયડ પોલીસે બોર ટીંબા ગામે તબેલામાંથી 56 હજારનો વિદેશી દારૂ ઝડપ્યો  

31 ડિસેમ્બર ના ગણતરીના દિવસો બાકી છે ત્યારે દારૂની રેલમછેલ અટકાવવા સારુ હાલ પોલિસ સક્રિય બની છે ત્યારે હવે બુટેલેગરો પણ અવનવા કિમીયા સાથે દારૂ છુપાવી વેપલો કરવા લાગ્યા છે જેમાં વાત કરવામાં આવે તો

બાયડ પોલીસે વિસ્તારમાં આવેલ બોર ટીંબા ગામમાં એક કરિયાણાની દુકાનની પાછળ તબેલામાં બનાવેલ ગોડાઉનમાં બોર ટીંબા દૂધ ઉત્પાદક મંડળી લખેલ તિજોરીમાંથી વિદેશી દારૂની 238 બોટલ જથ્થો બાયડ પોલીસ ને ઝડપવામાં સફરતા હાથ લાગી હતી જેમો આરોપી ફરાર થયો હતો જેના પગલે આરોપીને ઝડપી પાડવા બાયડ પોલીસ ચક્રો ગતિમાન કર્યા છે 

બાયડ પોલીસે ચોક્કસ બાતમી મળી હોવાથી  કરિયાણાની દુકાન પાછળ આવેલ તબેલામાં બનાવેલ ગોડાઉનની તલાસી લેતા ગોડાઉનમાં રહેલ બોર ટીંબા દૂધ ઉત્પાદક મંડળી લખેલ તિજોરીમાંથી વિદેશી દારૂ-બિયર બોટલ નંગ- 238 કીં.રૂ.56150/- નો જથ્થો જપ્ત કરી ફરાર બુટલેગર શના નાના પરમાર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!