GIR GADHADAGUJARAT

ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે વિકસીત ભારત રથ યાત્રા અને સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

વાત્સલ્યમ્ સમાચાર

વિશાલ ચૌહાણ ગીર ગઢડા

ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે વિકસીત ભારત રથ યાત્રા અને સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

જેમાં ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં કાર્યરત કેન્દ્ર સરકારના નવ વર્ષ પૂર્ણ થતા સમગ્ર દેશમાં થયેલા ઐતિહાસિક વિકાસ કામોની ગાથા ને વર્ણવતી વિકસિત ભારત સંકલ્પ યાત્રા નો કાર્યક્રમ ગીર ગઢડા તાલુકાના ધોકડવા કુમાર શાળા ખાતે યોજવામાં આવ્યો હતો

અને કેન્દ્ર સરકારની લોક કલ્યાણ રૂપી જુદી-જુદી યોજનાઓ જેમાં (૧)પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજના (૨)પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (૩)પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (૪)પ્રધાનમંત્રી આવાસ યોજના(૫)વાસ્મો યોજના વગેરે જેવી તમામ યોજનાં ની માહિતી આપવામાં આવેલ આ તમામ યોજનાઓના લાભો છેવાડાના ગામડાઓ નાં લોકો ને સ્થળ પર જ તુરંત પહોંચાડવાની કામગીરી કરવામાં આવી હતી

અને ગીર ગઢડા તાલુકા વહીવટી તંત્ર દ્વારા સેવા સેતુ કાર્યક્ર્મ કરવમાં આવેલ જેમાં આજુબાજુ ના ગામ લોકો બોહલી સંખ્યા માં ભાગ લીધો હતો આ સંકલ્પ યાત્રામા અને સેવા સેતુ માં ઉના ગઢડા નાં ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ. જિલ્લા પંચાયત નાં કારોબારી ચેરમેન ડાયાભાઈ જાલોંધરા  ગીર ગઢડા તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઇ રૂપાલા. તાલુકા પંચાયત પ્રમુખ ભગવતી બેન સાંખટ. ગીર સોમનાથ અનુ.જાતિ.મોરચાના પ્રમુખ પ્રવિણ ભાઈ સાંખટ. મહામંત્રી કે,સિ રાજપૂત ગીર ગઢડા તાલુકા પંચાયત નાં ઉપ પ્રમુખ દિવાળીબેન ભિખાભાઈ કિડેચા.

તલાટી કમ મંત્રી જીલ્લા પંચાયત ના સદસ્ય દ્વારકાદાસભાઈ સહિતના આગેવાનો તેમજ ગીર ગઢડા તાલુકા પંચાયતના TDO ત્રિવેદી. મામલતદાર ગીર ગઢડા. આચાર્ય, શિક્ષકગણ, ગામ આગેવાનો, અને ગામ લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અને આ સેવા સેતુ કાર્યક્રમ માં અલગ અલગ પ્રકારની યોજનાઓ નો લાભ લીધો હતો

 

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!