DEDIAPADAGUJARATNARMADA

ડેડીયાપાડા ખાતે 1 કરોડ 78 લાખ નું ધિરાણ કરવામાં આવ્યું.

  • ડેડીયાપાડા ખાતે 1 કરોડ 78 લાખ નું ધિરાણ કરવામાં આવ્યું.

તાહિર મેમણ – ડેડીયાપાડા – 05/01/2024-ડેડીયાપાડા ખાતે મહીલા ઓને આત્મનિર્ભર કરવાં માટે 1 કરોડ 78 લાખ નું ધિરાણ એક દિવસ માં કરવામા આવતાં આદીવાસી મહીલા આ ખુશખુશાલ બન્યા

 

ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ના બહેનોને આત્મનિર્ભર બનાવવાના દૂરંદેશી પગલા સમાન રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન(NRLM)યોજના અંતર્ગત ડેડીયાપાડા તાલુકાનો કાર્યક્રમ , જેમાં 85 સ્વસહાય જુથોને અંદાજીત 1.78 કરોડની કેશ ક્રેડીટ અર્પણ કરી લાભાર્થી બહેનોને પ્રોત્સાહિત કરી રાષ્ટ્ર નિર્માણમાં અગ્રેસર થવા આહવાન કર્યુ.

જેમાં બેંક મેનેજરો નુ પણ સન્માન કરવામાં આવ્યું.

આ કાર્યક્ર્મ માંપૂર્વ પ્રમુખ અને જિલ્લા પંચાયત સદસ્ય પર્યુષાબેન વસાવા,ડેડીયાપાડા તાલુકા પંચાયત સદસ્ય શ્દક્ષાબેન, એલડીએમ સિન્હાજી, ટીડીઓ જગદીશ સોની, એટીડીઓ દિવ્યેશભાઈ, ડીએલએમ જીગનેશભાઈ, બેંકના મેનેજરો અને મોટી સંખ્યામાં લાભાર્થી બહેનો ઉપસ્થિત રહ્યા. અને આ લોન મળ્યા બાદ તેઓ ખુશ ખુશાલ મુદ્રામાં નજરે પડતા હતા અને વડાપ્રધાનનો આભાર માન્યો હતો કે ઘરે જઈને હવે બેંકો ધિરાણ આપતી થઈ છે જે મોદી હે તો મૂમકીન હૈ નું સૂત્ર સાર્થક કરે છે આ કાર્યક્રમમાં ડેડીયાપાડા ટીડીઓ જગદીશ ભાઈ સીની દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવી લાભાર્થી ઓ સુઘી લાભ પહોચાડી કાર્યકમ પૂર્ણ કરાવ્યો હતો

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!