DHORAJIGUJARATRAJKOT

Dhoraji: ધોરાજી તાલુકામાં નાની પરબડી, તોરણીયા, મોટી પરબડી, ભોળા, છાડવાવદર, ભોલગામડા ગામે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” યોજાઈ

તા.૮/૧/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

સરકારની જનકલ્યાણકારી યોજનાઓનાં ઘર આંગણે લાભ મેળવતા ગ્રામજનો

Rajkot, Dhoraji: કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ પાત્રતા ધરાવતા નાગરિકો સુધી પહોંચાડવા માટે આયોજિત “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં નાની પરબડી, તોરણીયા, મોટી પરબડી, ભોળા, છાડવાવદર અને ભોલગામડા ગામે યોજાઈ હતી, જ્યાં ગ્રામજનોએ રથનું કુમકુમ તિલક થકી ભાવભર્યું સ્વાગત કર્યું હતું.

દરેક ગામમાં કાર્યક્રમ સ્થળે ડ્રોન નિદર્શન, પશુ આરોગ્ય કેમ્પ, સરકારની કલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત માહિતી આપતા સ્ટોલ, હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો લાભ ગ્રામજનોએ ઘર આંગણે મેળવ્યો હતો. “ધરતી કહે પુકાર કે” કૃતિ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ મળવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

“મેરી કહાની, મેરી જુબાની” થીમ અન્વયે યોજનાકીય લાભ મેળવેલ લાભાર્થીઓએ સરકાર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને સહાય વિતરણ તથા ગામની સશકત કિશોરી, તેજસ્વી વિદ્યાર્થીઓ, રમતવીર, સ્થાનિક કલા કારીગરને પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો પ્રજાજોગ વિકસિત ભારત સંકલ્પ અન્વયેનો રેકોર્ડ કરેલો સંદેશો સાંભળી લોક કલ્યાણકારી યોજનાઓનાં લાભાર્થીઓનાં પ્રતિભાવો દર્શાવતી શોર્ટ ફિલ્મ નિહાળી હતી. ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા શપથ ગ્રહણ કર્યા હતા.

આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પદાધિકારીઓ, ગ્રામ પંચાયતના પદાધિકારીઓ, આગેવાનશ્રીઓ, સરપંચશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રી કે.સી. સરતેજા, મામલતદારશ્રી એમ.પી. જોશી, રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રી નિહારિકાબેન પંડ્યા, મદદનીશ તાલુકા વિકાસ અધિકારીશ્રી આર.વી.ગોહિલ, આરોગ્ય અધિકારીશ્રી જાગૃતીબેન ચૌહાણ, વિસ્તરણ અધિકારીશ્રીઓ એમ.પી.સોજીત્રા, ધર્મેન્દ્રભાઈ મહેતા, અજયભાઈ સાકરિયા, હાર્દિકભાઈ જાની, જયરાજસિંહ જાડેજા, પ્રદીપભાઈ ગોહેલ, હરેશભાઈ ઘોરી, સહીત પશુપાલન વિભાગ, આરોગ્ય વિભાગ, ખેતીવાડી વિભાગ, આઈ.સી.ડી.એસ., બેંક, મહેસુલ વિભાગ સહિતનાં સંબધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!