GUJARATLAKHTARSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

લખતર શહેરમાં ગ્રામ પંચાયતો દ્વારા થયેલા અનેક કામોમાં ગેરરીતિની ફરિયાદો ઉઠી

તા.09/01/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના લખતરના ખાળિયા વિસ્તારમાં પેવર બ્લોક પાથરવામાં આવ્યા છે પાંચ લાખથી વધુના કામ સ્થાનિક પંચાયત ન કરી શકતી હોવાથી થોડા થોડા કટકા કરીને કામ પંચાયત કરતી હોય છે ત્યારે ખાળિયા વિસ્તારમાં પોપટભાઇનાં ઘરથી રામજી મંદિર સુધી પેવર બ્લોકનું કામ તાંત્રિક મંજૂરીમાં દર્શાવેલું છે પરંતુ આ જગ્યાએ મંદિર સુધી પેવર બ્લોક પાથરવામાં આવ્યા જ નથી અડધા વિસ્તારમાં જ બ્લોક પાથરીને કામ પૂરું કરી દેવામાં આવ્યું છે તેવામાં જો અધિકારીઓ યોગ્ય તપાસ કરે તો લોકોને ન્યાય મળી શકે સ્થાનિકોના જણાવ્યા અનુસાર, તેઓએ પંચાયતના સત્તાધીશોને આ અંગે પૂછ્યું તો ગ્રાન્ટ ન હોવાથી આગળનું કામ હાલમાં શક્ય ન હોવાનો જવાબ મળે છે જિલ્લા રાજ્યના અધિકારીઓ કાર્યવાહી તો એકબાજુ પણ તપાસ સુધ્ધા કરવામાં પણ રસ દાખવતા ન હોવાનું જોવા મળે છે GPS સિસ્ટમથી લેવાયેલ ફોટામાં ચોંકાવનારો ખુલાસો જાણવા જેવી બાબત એ છે કે પોપટભાઈનાં ઘરથી રામજી મંદિર સુધીના રોડને વર્ક ઓર્ડર મે 2023 માં મળ્યો છે કામની પૂર્ણ કરવાની છેલ્લી મુદ્દત ઓક્ટોબર 2023 હતી જ્યારે આ કામ વર્ક ઓર્ડર, વહીવટી મંજૂરી મળે તે પહેલા માર્ચ 2023 માં જ પૂર્ણ થઈ ગયું હોવાનો ચોંકાવનારો ખુલાસો જીપીએસ સિસ્ટમથી લેવાયેલ ફોટોગ્રાફ્સ પરથી થાય છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!