GUJARATLODHIKARAJKOT

Lodhika: લોધિકા ખાતે દિવ્યાંગ લાભાર્થીઓ માટેનો કેમ્પ યોજાયો

તા.૯/૧/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Lodhika: રાજકોટ જિલ્લાના કલેક્ટરશ્રી પ્રભવ જોષી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.નિલેશ રાઠોડના માર્ગદર્શન હેઠળ સામુહીક આરોગ્ય લોધિકા ખાતે દીવ્યાંગ કેમ્પ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં લોધિકા તાલુકાના કુલ ૧૭૭ લાભાર્થીઓનું રજિસ્ટેશન થયું હતું. જેમાં અસ્થિ વિષયક (Locomotor Disability) ખામી વાળા ૯૪ લાભાર્થીઓ, સાંભળવાની ખામી વાળા ૩૩ ( Hearing Impaired) લાભાર્થીઓને,આંખની ખામી વાળા ૩૧ (Visually Impaired), સાઇક્યાટ્રીક ૧૩ લાભાર્થીઓને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. તેમાંથી ૭૦ લાભાર્થીઓના યુ.ડી.આઇ.ડી. કાર્ડ આપવામાં આવેલ, ૧૦૭ લાભાર્થીઓને ALIMCO એસેસમેન્ટ કરેલ, ૧૯ લાભાર્થીઓના સ્થળ પર જ આરોગ્યની ટીમ દ્વારા PMJAY કાર્ડ કાઢેલ, ૧૯ લાભાર્થીઓના ABHA કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા.૦૩ લાભાર્થીઓના ઉંમરના દાખલા કાઢેલ, તેમજ અધાર કાર્ડ અને આવકના દાખલા જેવી અન્ય સરકારશ્રીની સેવાઓનો લાભ આપવામાં આવેલ હતો. દીવ્યાંગતા ધરાવતા લાભાર્થીઓ પૈકી દીવ્યાંગતાની કેટેગરી મુજબ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને ટ્રાયસિકલ, વ્હિલચેર, સ્માર્ટ ફોન, ફોલ્ડીંગ સ્ટીક સહીતની વિગેરે સહાયક ઉપકરણ સી.એસ.આર. (CSR) હેઠળ જનરલ ઇંસ્યોરંસ કોર્પોરેશન ઓફ ઇન્ડીયાની પહેલ હેઠળ એલીમ્કો (ALIMCO APC) દ્ર્રારા સહાય મંજુર કરેલ જેમને ઉપર મુજબના ઉપકરણ આપવામાં આવશે.આ કેમ્પમાં દરેક દિવ્યાંગ લાભાર્થીઓને સ્થળ પર જ મેડીકલ ટીમ દ્વારા એસેસ્મેટ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં પદાધીકારીશ્રી જિલ્લા પંચાયતશ્રી મુકેશભાઇ તોગડીયા અને શ્રી મોહનભાઇ દાફડા, તાલુકા પંચાયત પ્રમુખ, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, અગ્રણીશ્રીઓ, લોધિકા ગામના સરપંચ તથા સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!