DEDIAPADAGUJARATNARMADA

દેડિયાપાડા ખાતે સમીક્ષા બેઠક યોજાઇ

દેડિયાપાડા ખાતે સમીક્ષા બેઠક યોજાઇ

*દેડિયાપાડાની આદર્શ નિવાસી શાળાના મેદાન ખાતે તા.૧૫મી જાન્યુઆરીએ કાર્યક્રમ યોજાશે*

તાહિર મેમણ : ડેડીયાપાડા – 12/01/2023 :- દેશના ૧૦૦ જિલ્લાના આદિમજૂથો સાથે તા.૧૫/૦૧/૨૦૨૪ ના રોજ માન.પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી વર્ચુઅલ રીતે સંવાદ કરવાના છે.

 

આ કાર્યક્રમ અંતર્ગત નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકા મથકે આવેલી આદર્શ નિવાસી શાળા ખાતે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાથેના આદિમ જૂથના લાભાર્થીઓ માટે આ વર્ચુઅલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્થળે વિવિધ વિભાગોના આદિમ જૂથના લાભાર્થીઓને યોજનાકીય લાભ મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવશે.

 

કાર્યક્રમના સુચારુ આયોજન માટે આજે શુક્રવારના રોજ કાર્યક્રમ સ્થળે જિલ્લા કલેક્ટર અધ્યક્ષતામાં પીએમ જન-મન અભિયાન કાર્યક્રમમાં લાભાર્થીઓને સ્થળ પર લાવવા લઇ-જવાની વ્યવસ્થા, સ્ટેજ પરથી લાભ મેળવનાર લાભાર્થીની અલાયદી વ્યવસ્થા, કાર્યક્રમ સ્થળે ઊભા કરવામાં આવનાર વિવિધ સ્ટોલની કામગીરી, કાર્યક્રમના સ્થળે ટ્રાફિક વ્યવસ્થા, કાર્યક્રમ સ્થળે એલઈડી સ્ક્રીન તેમજ વીજ પુરવઠો અવિરત ચાલુ રહે, બીએસએનએલની કનેક્ટિવિટી, તબીબી વ્યવસ્થાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમ, કાર્યક્રમ સ્થળે સ્વચ્છતા જાળવણી સહિત આનુષાંગિક વ્યવસ્થાઓનું આયોજન અને તેના અમલીકરણ માટે સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન સાથે સૂચના અપાઈ હતી. આ કાર્યક્રમ અંગેની તૈયારીઓ સ્થળ પર શરૂ કરી દેવામાં આવી છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!