GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ ખાતે સુરત મોટી ગાદીના ગાદીપતિ સૈયદ અલાઉદ્દીન રફાઇ સાહેબ ની ઉપસ્થિતિમાં ભવ્ય કાર્યક્રમ યોજાયો

તારીખ ૧૩/૦૧/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ સ્થિત નુરાની ચોક જુમ્મા મસ્જિદના પ્રાંગણમાં સુરત શહેરમાં આવેલી એશિયા ખંડની ખાનકાહ એ રિફાઈ મોટી ગાદીના ગાદીપતિ હજરત સૈયદ અલાઉદ્દીન હશન અલી શાહ(ઉર્ફે રિફાઈ સાહેબ) ની સજ્જાદગીમા કાલોલ શહેરમાં તેઓનાં પ્રમુખસ્થાને હઝરત સૈયદ અહમદ કબીર રદીઅલ્લાહૂ અન્હુ અને હઝરત સૈયદ અબ્દુરરહીમ મહેબુબુલ્લાહ રીફાઇના ઉર્ષના અવશરે કાલોલ ખાતે સરકાર નજીબુદ્દીન રીફાઇ ગ્રુપ દ્વારા રાતીબે રીફાઇ નાં જલ્શા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાતીબે રિફાઈ નો જલાલી આ કાર્યક્રમમાં સુરત શહેરની ખાનકાહ એ કલા એશિયા ખંડની મોટી ગાદીના સદર હજરત સૈયદ લતીફુદ્દિનશાહ રિફાઈ સાહેબના પુત્રો હજરત પીરઝાદા સૈયદ ગૌસુદ્દીન રિફાઈ અને શહેઝાદએ સૈયદ સલીમુલ્લાહશાહ રીફાઇ હઝરત સૈયદ વઝીહુદ્દીન રીફાઇ ની પ્રેરક ઉપસ્થિતિમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.આ જલાલી રિફાઈ કાર્યક્રમમાં સજ્જાદા નશિન પુત્રો પીરઝાદા સૈયદ કબીરૂદ્દિન રિફાઈ તેમજ હજરત સાહેબના પુત્રો પીરઝાદા સૈયદ અમીનુદ્દિન રિફાઈ અને પીરઝાદા સૈયદ હશનૈનબાબા રીફાઇ સાહેબનાં આગમનથી મુરીદો (શિષ્યો) માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.રાતીબે રિફાઈના આ જલાલી જલ્સામા અલ્લાહ ની હમ્દ નાત શરીફ મનકબત તથા જલાલી રફાઇ કરતબો બતાવી જલ્સામા હાજર લોકો મગ્નમુધ થયા હતા.સલાતોસલામ પછી દુવા માગી કાર્યક્રમનું મોડીરાત્રે સમાપન થયું હતું. કાલોલ નુરાની ચોક જુમ્મા મસ્જિદ ખાતે સરકાર નજીબુદ્દીન રીફાઇ ગ્રુપ દ્વારા આ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!