GUJARATRAJKOTUPLETA

શિક્ષકનું સન્માન એટલે શિક્ષત્ત્વનું સન્માન

16 જાન્યુઆરી વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી ઉપલેટા


મોરારીબાપુની હસ્તે સાવરકુંડલામાં જૂનાગઢના શિક્ષક બલદેવપરીને ‘શ્રી લલ્લુભાઈ શિક્ષણ સન્માન’ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો

એવોર્ડ સન્માનમાં શિક્ષકને 51 હજારની ધન રાશી ઉપરાંત અને સાલ અને મોમેન્ન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા
અત્રે ઉલ્લેખનીય છે આ શિક્ષકને રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકનું તેમજ બે વખત રાષ્ટ્રપતિ દ્વારા ભારત દેશના ઉત્તમ શિક્ષક નું બહુમાન પણ પ્રાપ્ત થયું છે
શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા -સાવરકુંડલામાં મોરારિબાપુની નિશ્રામાં પર્વ ત્રયોદશી – ૨૦૨૪ ની દબદબાભેર ઉજવણી કરાઈ હતી. સાહિત્ય, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે સાવરકુંડલા ખાતે શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા -સાવરકુંડલામાં મોરારિબાપુની નિશ્રામાં પર્વ ત્રયોદશી – ૨૦૨૪ ની દબદબાભેર ઉજવણી કરાઈ હતી. સાહિત્ય, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે સાવરકુંડલા ખાતે સુપેરે કાર્યરત સંસ્થા શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા પ્રતિવર્ષની જેમ પર્વ ત્રયોદશી કાર્યક્રમનું શ્રી જે.વી.મોદી હાઇસ્કુલ ગ્રાઉન્ડમાં આયોજન થયું હતું
જેમાં પૂજય મોરારીબાપુના વરદ હસ્તે સાહિત્ય અને શિક્ષણ સન્માન પર્વ અંતર્ગત વર્ષ ૨૦૨૪ માટેના વિવિધ સન્માન એનાયત કરાયા જેમાં શ્રી નિરંજન રાજ્યગુરુને ‘મનુભાઈ પંચોલી- દર્શક સાહિત્યસન્માન’, શ્રી નીલેશ રાણાને *શ્રી ઉમાશંકર જોશી વિશ્વ ગુર્જરી સન્માન’, શ્રી પરી બલદેવપરી જવેરપરીને ‘શ્રી લલ્લુભાઈ શેઠ શિક્ષણ સન્માન’, શ્રી ઉવીશ વસાવડાને ‘નાનાભાઈ હ જેબલિયા સ્મૃતિ સાહિત્ય પુરસ્કાર’, શ્રી પૂજા દવેને રાવજી પટેલ યુવા સંગીત પ્રતિભા’ અને જુગલ દરજીને ‘રાવજી પટેલ યુવા કવિ પ્રતિભા’ સન્માન પૂજય મોરારીબાપુના હસ્તે એનાયત થયા.આ પ્રસંગે સુખ્યાત સાહિત્યકાર શ્રી રતિલાલ બોરીસાગર અને અમેરિકા સ્થિત જાણીતા લેખક શ્રી નટવર ગાંધી ઉપસ્થિત રહ્યા હતા. પૂજય મોરારીબાપુ આ પ્રસંગે મંગલ ઉદબોધન કર્યું. કાર્યક્રમનું સંકલન પ્રણવ પંડયાએ કર્યું હતું. આ કાર્યક્રમમાં શ્રી રતિલાલ બોરીસાગર, ધારાસભ્ય શ્રી મહેશ કસવાલા, શ્રી સવજીભાઈ ધોળકિયા, શ્રી નટવરભાઈ ગાંધી સી.એફ.ઓ.વોશિંગ્ટન ડી.સી.), શ્રી ભદ્રાયું વચ્છરાજાની, શ્રી અંબરીષ ડેર, શ્રી છેલભાઈ વ્યાસ, શ્રી મનોજ જોશી, પુજય ભક્તિરામબાપુ (માનવ મંદિર) ઉપસ્થિત રહ્યાં હતાં.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!