GUJARATJUNAGADHKESHOD

કેશોદમાં ટ્રાન્સપોર્ટ એસોસિયેશન ની કાર્યાલય નો થયો પ્રારંભ…

દેશમાં કોરોનાની લહેરના લીધે ટ્રાન્સપોર્ટ સહિત મોટા ભાગના ધંધાઓમાં વિપરીત અસર થવા પામી છે. અને બીજી બાજુ વધતા જતા ડીઝલ અને ટોલટેક્સમા વધારાના કારણે ટ્રાન્સપોર્ટનો વેપાર મરણતોલ હાલતમાં છે. મોટા ભાગના ટ્રાન્સપોર્ટરોએ પોતાના વાહનો વેચવા કાઢ્યાં છે. તો કેટલાક લોકો વાહનોના બેંકના હપ્તા પણ ન ભરી શકતા કફોડી હાલતમાં મુકાયા છે, ઉપરાંત માલ મોકલનાર તેમજ માલ મેળવનાર વેપારીઓ સાથે ચડાઇ, ઉતરાઇ, મુન્સીયાનુ મામુલ તેમજ ચા પાણી ખર્ચ બાબતે ઉભાં થતાં પ્રશ્નો અને વહીવટી તંત્ર દ્વારા બિનજરૂરી કનડગત થતી અટકાવવા માટે કેશોદ શહેરમાં ટ્રાન્સપોર્ટ એસોસિયેશન ની કાર્યાલય નો શુભારંભ કરવામાં આવ્યો છે. કેશોદ શહેરમાં ત્રણસોથી વધારે સીંગદાણા મગફળી ઘઉંના કારખાનાં ઉપરાંત કોલ્ડ સ્ટોરેજ ઓઈલ મીલ આવેલ છે ત્યારે માલ સામાન ની હેરફેર માટે ભાડેથી રાખવામાં આવતાં વાહનો માં વાહનચાલકો ને પડતી મુશ્કેલીઓ દૂર કરવા જરૂરી સંબધકર્તા તંત્ર ને રજુઆત કરવામાં આવશે. આવનારાં દિવસોમાં કેશોદ ખાતે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનવાનું છે ત્યારે ટ્રાન્સપોર્ટેશન નો વ્યવસાય વિશાળ થવાનો છે ત્યારે સ્થાનિક વાહનચાલકો ને ઉદ્દભવતા પ્રશ્ર્નોના ઉકેલ માટે કેશોદ ટ્રાન્સપોર્ટ એસોસિયેશન મદદરૂપ બની રહેશે. કેશોદ આસપાસના વિસ્તારોમાં રેતી, પથ્થર, કપચીની ક્વોરી લીઝ પણ વધુ પ્રમાણમાં આવેલ છે ત્યારે સમયાંતરે સર્જાતી સમસ્યાઓ દૂર કરવા કેશોદ ટ્રાન્સપોર્ટ એસોસિયેશન દ્વારા કામગીરી હાથ ધરવામાં આવશે. ગુજરાત રાજ્ય ટ્રાન્સપોર્ટ એસોસિયેશન નાં પ્રમુખ નાં હસ્તે રીબીન કાપી કેશોદ ટ્રાન્સપોર્ટ એસોસિયેશન ની કાર્યાલય નો પ્રારંભ કેશોદ તાલુકા ભાજપના પ્રમુખ ગોવિંદભાઈ બારીઆ રબારી સમાજના પ્રમુખ વીરાભાઈ સિંધલ, હરેશભાઈ ડાંગર ની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં ટ્રાન્સપોર્ટ નાં વ્યવસાય સાથે સંકળાયેલા વાહનચાલકો અને વાહનમાલીકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

રિપોર્ટ : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!