GUJARATKUTCHRAPAR

રાપર ખાતે યોજાનાર જિલ્લા કક્ષાના ‘પ્રજાસત્તાક પર્વ’ની ઉજવણીના આયોજન બાબતે સમીક્ષા બેઠક યોજાઈ

રીપોર્ટ : બિમલ માંકડ – પ્રતીક જોશી
ભુજ, મંગળવાર:
કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને તા.૨૬ જાન્યુઆરી, ‘પ્રજાસત્તાક પર્વ’ની જિલ્લાકક્ષાની ઉજવણીના આયોજન અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી રાપર ખાતે કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ સાથે જિલ્લા કલેક્ટરશ્રીએ બેઠક યોજી હતી.
જિલ્લા કલેક્ટરશ્રીએ સરકારી ઈમારતોની રોશની, કાર્યક્રમ સ્થળ ખાતે વ્યવસ્થાઓ, સાફ સફાઈ, ફાયર સેફ્ટી અને વિવિધ વિભાગોના ટેબ્લોનું આયોજન સહિતના મુદ્દે સંબંધિત અધિકારીશ્રીઓ પાસેથી વિગતો માગીને જરૂરી માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.
નિવાસી અધિક કલેક્ટરશ્રી મિતેશ પંડ્યાએ કાર્યક્રમની ઉજવણીને લઈને સૂચારુરૂપે કામગીરી કરવા માટે જણાવ્યું હતું. જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં વિવિધ કચેરીઓ દ્વારા ટેબ્લો રજૂ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં દેશભક્તિની થીમ પર વિશેષ સાંસ્કૃત્તિક કૃતિઓ પણ પ્રસ્તુત કરાશે. પોલીસ વિભાગ દ્વારા માર્ચ પાસ્ટ પરેડનું આયોજન કરવામાં આવશે. કાર્યક્રમ સ્થળે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવશે. બેઠકમાં કોઇપણ ક્ષેત્રમાં વિશિષ્ટ કામગીરી કરી હોય તેવા જિલ્લાના કર્મચારીઓ/અધિકારીશ્રીઓના સન્માન સહિત બાબતે આયોજન કરવા સૂચના આપવામાં આવી હતી.
આ સમીક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.પ્રજાપતિ, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર, ડીઆરડીએ નિયામકશ્રી નિકુંજ પરીખ, સીડીએમઓશ્રી ડૉ. કશ્યપ બૂચ, માર્ગ અને મકાન વિભાગ અધિક્ષક ઈજનેરશ્રી વી.એન.વાઘેલા, સીડીએચઓશ્રી ડૉ.આર.આર.ફૂલમાલી, સામાજિક વનીકરણ નાયબ વન સંરક્ષકશ્રી હરેશ મકવાણા સહિત જિલ્લા વહીવટીતંત્રના શીર્ષ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!