DEDIAPADAGUJARATNARMADA

દેડીયાપાડા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ચૂંટણીમાં કોંગ્રેસ પ્રેરિત પેનલ નો ભવ્ય વિજય

દેડીયાપાડા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ચૂંટણીમાં કોંગ્રેસ પ્રેરિત પેનલ નો ભવ્ય વિજય

તાહિર મેમણ : ડેડીયાપાડા – 17/01/2024- નર્મદા જીલ્લાના દેડીયાપાડા ખાતે એ.પી.એમ.સી.ની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ગણતરી કરવામાં આવતા 10 ખેડૂત સભ્યો માંથી 9 સભ્યો કોંગ્રેસ ના જીત્યા જેમાં એક સભ્ય માત્ર એક ભાજપ માંથી વસાવા મોતીભાઈ પુનીયાભાઈ માત્ર જીત્યા હતા દેડીયાપાડા તાલુકાના ખેડુતો દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસ પ્રેરિત પેનલ ને વધુ મત મળતાં વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.૧૦ બેઠકો નું ચુંટણીનું પરિણામ આજે ચૂંટણી અધિકારી અને જિલ્લા

રજિસ્ટ્રાર સહકારી મંડળી નર્મદા અભિષેક સુવા મદદનીશ ચુંટણી અધિકારી વી. જી. વસાવા, પ્રસાઈડીગ અધિકારી

જે. આર. તડવી અને અન્ય સ્ટાફ

દ્વારા મતગણતરી હાથ ધરવામાં

આવી હતી. જેમાં કોંગ્રેસ પેનલ માંથી સભ્યોમાં કુલ ૯ સભ્યો વિજેતા બન્યા હતા. તેમાં ૧. વસાવા જાતર ભાઈ ખાતરીયા ભાઈ વસાવા (૬૯ ) મત ૨. વસાવા રાકેશ ભાઈ રાયજી ભાઈ (૬૭) મત ૩. વસાવા પ્રતિક્ષા બેન દેવજીભાઈ (૬૫) મત ૪. વસાવા વત્સલા બેન દેવજીભાઈ (૬૫) મત પ. તડવી

કાશીરામ નરસિંહ ( ૬૪) મત

૬. વસાવા ગોવિંદ ભાઈ હિરજી ભાઈ (૬૩) મત ૭. વસાવા સ્મિતા બેન દેવજીભાઈ (૬૩) મત ૮. વસાવા હાદિયા ભાઈ નાનજી ભાઈ (૬૨) મત

૧૦. વસાવા નરસિંહ ભાઈ ડુંગરીયા ભાઈ ( ૬૧) મત દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ વન મંત્રી મોતીભાઈ પુનિયા ભાઈ વસાવા (૬૧) મતથી વિજય થયો હતો.અને 10 ખેડૂત સભ્યો માંથી 9 સભ્યો કોંગ્રેસ ના જીત્યા જેમાં એક સભ્ય માત્ર એક જ મત થી હાર્યા હતા. અને ભાજપ માંથી વસાવા મોતીભાઈ પુનીયાભાઈ માત્ર એક મત થી જીત્યા હતા. વિજેતા ઉમેદવારનું વિજય સરઘસ દેડિયાપાડા ખાતે યોજાયું હતું.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!