GUJARATJETPURRAJKOT

Rajkot: રાજકોટમાં શહેર કક્ષાની ૨૬ જાન્યુઆરીની ઉજવણી ચૌધરી હાઈસ્કુલ ખાતે થશેઃ ૨૪મીએ રિહર્સલ

તા.૧૭/૧/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

પ્રાંત અધિકારીશ્રી કે.જી.ચૌધરીની અધ્યક્ષતામાં સુચારુ આયોજન માટે અધિકારીઓની બેઠક યોજાઈ

Rajkot: રાજકોટ શહેરમાં પ્રજાસત્તાક પર્વની ૨૬મી જાન્યુઆરીની શહેર કક્ષાની ઉજવણી ચૌધરી હાઈસ્કુલ ખાતે થશે. જેના સુચારુ આયોજન અંગેની બેઠક જૂની કલેક્ટર કચેરી ખાતે પ્રાંત અધિકારીશ્રી કે.જી.ચોધરીની અધ્યક્ષતામાં યોજાઇ હતી.

આ રાષ્ટ્રીય પર્વની શાનદાર ઉજવણી કરવા માટે સબંધિત ખાતાના અધિકારીઓને વિવિધ ફરજો સોંપાઇ હતી. પ્રાંત અધિકારીશ્રીએ આ તૈયારીઓની સમીક્ષા કરી હતી. પોલીસ પરેડ( ટ્રાફિક, બ્રિગેડ, હોમ ગાર્ડ, એન.સી.સી. પ્લાટુન), સ્વાતંત્ર્ય સેનાનીઓ અને વિશિષ્ટ વ્યક્તિઓના સન્માન, સાંસ્કૃતિક કાર્યક્રમો, આમંત્રણો, પીવાના પાણી, બેઠક વ્યવસ્થા, પરેડ નિરીક્ષણ માટેના વાહન, સાફા, વૃક્ષારોપણ, ઇનામો વગેરેનું સુચારું આયોજન કરવા તેમણે માર્ગદર્શન આપ્યું હતું.

પ્રાંત અધિકારીશ્રી કે.જી.ચૌધરીએ તા.૨૪-૧-૨૪ના સવારે ૮.૩૦ વાગ્યે ચૌધરી હાઇસ્કુલ ખાતે ફાઇનલ રિહર્સલ માટે ઉપસ્થિત રહેવા સર્વે અધિકારીઓને જણાવ્યુ હતું.

આ મિટિંગમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી, જિલ્લા યુવા રમત ગમત અધિકારીશ્રી, પોલીસ, માર્ગ અને મકાન વિભાગની કચેરીના અધિકારીઓ તેમજ અન્ય વિભાગના વિવિધ અધિકારીઓ, મામલતદારશ્રી જે.વી.કાકડિયા, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!