GUJARATHALOLPANCHMAHAL

હાલોલ- છકડાની ટકકરે મોત નિપજેલા ઈસમનો મૃતદેહ વડોદરા સિવિલ કોલ્ડરૂમ ખાતે મુકવામાં આવ્યો,વાલીવારસોની હાલોલ પોલીસે શોધખોળ આદરી

રિપોર્ટર.કાદીર દાઢી.હાલોલ

તા.૧૮.૧.૨૦૨૪

પંચમહાલ જીલ્લાના હાલોલ શહેરના ગોધરા રોડ પર આવેલી એક ખાનગી કંપની ની પાસે એક ઈસમ જતા હતા તે સમયે એક અજાણ્યા છકડ઼ા ચાલક ત્યાથી પસાર થતો હતો અને તેને આ રોડ પર જતા ઈસમને ટક્કર મારી દીધી હતી.જેના કારણે આ ઈસમને ગંભીર ઈજાઓ પહોચી હતી.જેના કારણે ઈજા પહોચતા તેને વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યા હતા.જ્યા તેમનુ સારવાર દરમિયાન મોત થઈ જતા આ મામલે હાલોલ ટાઉન પોલીસે ગુનો નોધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ ઈસમના મૃતદેહને વડોદરા સયાજી હોસ્પિટલના કોલ્ડરુમ ખાતે મુકવામા આવ્યો છે.મરણ જનાર ઈસમ મધ્યમ બાધાને રંગે શ્યામ વર્ણના છે.સફેદ કલરનો લેઘો પહેરેલો છે.પ.પ ફુટ જેટલી ઉંચાઈ ધરાવે છે.ડાબા હાથની ટચલી આગળી કપાઈ ગઈ છે.જ્યારે આ મામલે વાલીવારસોની વિગત મળે તો હાલોલ ટાઉન પોલીસને સંપર્ક કરવા પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!