JUNAGADH

જૂનાગઢ જિલ્લામાં સીમકાર્ડ વેચનારે ખરીદનાર વ્યક્તિના આધાર-પુરાવાનું રજિસ્ટર નિભાવવાનું રહેશે

જૂનાગઢ જિલ્લામાં સીમકાર્ડ વેચનારે ખરીદનાર વ્યક્તિના આધાર-પુરાવાનું રજિસ્ટર નિભાવવાનું રહેશે
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ઈસમો પોતાના આર્થિક ફાયદા માટે સીમકાર્ડનો દૂરઉપયોગ કરીને લોકોની સાથે છેતરપિંડી, મોબાઇલ ફોન ચોરી તેમજ મિલકત સંબંધી તથા શરીર સંબંધી ગુનાઓમાં મોબાઇલ સીમકાર્ડમાં દુરુપયોગ કરીને ધાકધમકી આપતા હોવાના ઘણા ગુનાઓ જિલ્લામાં દાખલ થયેલ હોવાનું તથા મોબાઈલ ફોન તથા ઇન્ટરનેટના ઉપયોગ દ્વારા ઇ-કોમર્સનું ચલણ વધી રહ્યું હોય, સાયબર ક્રાઇમના ગુનાઓના કામે મોટાભાગના સીમકાર્ડ ખોટા નામ સરનામાના આધારે મેળવી ગુનેગારો દેશના કોઈપણ ખૂણે બેસીને અપરાધને અંજામ આપતા હોય, જૂનાગઢ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીના હેતુસર મોબાઈલ ફોનના સીમકાર્ડના ખરીદ-વેચાણ દરમિયાન યોગ્ય કાર્યરીતીનું પાલન થાય તે હેતુથી તેમજ સીમકાર્ડ ખરીદ કરનાર વ્યક્તિ આધાર-પુરાવાઓની ચકાસણી તેમજ નિભાવણી જરૂરી હોવાથી તે માટેના આધાર રાખવા તથા રજીસ્ટર નિભાવવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
જૂનાગઢ જિલ્લામાં જાહેર સલામતી અને સુરક્ષા જાળવવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ એન.એફ. ચૌધરીને ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ની કલમ-૧૪૪ હેઠળ મળેલ સત્તાની રૂએ મોબાઈલ ફોનના સીમકાર્ડના વેચાણ કરનાર ડિસ્ટ્રીબ્યુટર્સ, રીટેલરો તથા વિક્રેતાઓએ મોબાઈલ ફોનના સીમકાર્ડના વેચાણ કરનાર ડિસ્ટ્રીબ્યુટર્સ, રીટેલરો તથા વિક્રેતાઓએ મોબાઈલ ફોનના સીમકાર્ડના વેચાણ સમયે ખરીદનાર વ્યક્તિના માન્ય ઓળખપત્ર તથા રહેઠાણના દસ્તાવેજો બરાબર ચકાસણી કરવી તથા આવા દસ્તાવેજી પુરાવાઓની ઝેરોક્ષ રાખવી અથવા ડિજિટલ ફોર્મમાં પુરાવાઓ રાખવા અને આ અંગેના ડિસ્ટ્રીબ્યુટર/રીલેટર દ્વારા ડીઝીટલ એક્ટીવેશન થકી DKYC/EKYC  કરવામાં આવે છે. જેની માહિતી દરેક ડીસ્ટ્રીબ્યુટર/રિલેટરે એક્સેલ ફોર્મેટમાં રાખવાની રહેશે. તેમજ નામ સરનામાની માહિતી એક્સલ ફોર્મેટમાં ત્રણ વર્ષ સુધી સાચવવાની રહેશે તથા તેની હાર્ડકોપી કાઢીને રેકર્ડમાં રાખવાની રહેશે. આ દરમિયાન Data theft, loss કે corrupt ન થાય તે જોવાની જવાબદારી  ડિસ્ટ્રીબ્યુટર/રીલેટર/વિક્રેતાની રહેશે અને ખરીદનાર વ્યક્તિઓના માન્ય ઓળખપત્ર તથા રહેઠાણના દસ્તાવેજોના પુરાવાની માહિતીનું રજીસ્ટર રાખવું અને તેની ઓળખ અંગેની ફરજિયાત નોંધણી રજીસ્ટર નિભાવીને કરવાની રહેશે. તમામ માહિતી ત્રણ વર્ષ સુધી સાચવવાની રહેશે
મોબાઈલ સીમકાર્ડનું વેચાણ કરનાર ડિસ્ટ્રીબ્યુટર/રીલેટર/વિક્રેતાએ નિભાવવાના રજીસ્ટરમાં સીમકાર્ડની કંપનીનું નામ, સીમ કાર્ડ નંબર, નવા સીમકાર્ડના મોબાઈલ નંબર, સીમકાર્ડના ડિસ્ટ્રીબ્યુટર/રીટેલર/વિક્રેતાનું નામ, સરનામું તથા મોબાઇલ નંબર સીમકાર્ડ ડિસ્ટ્રીબ્યુટર/રીટેલર/વિક્રેતાનું દુકાનનું નામ, સરનામુ, સીમકાર્ડ ખરીદ કરનારનું નામ, સરનામું અને હાલમાં ઉપયોગ કરતા મોબાઈલ નંબરની વિગત, સીમકાર્ડ ખરીદનારનું આઈડી પ્રુફની વિગત (નકલ ફરજિયાત લેવી) અને E-KYC/D-KYC રજીસ્ટર નિભાવવાનું રહેશે
આ જાહેરનામું તાત્કાલિક અસરથી તા.૧૮/૦૩/૨૦૨૪ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાના  ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર ઠરશે. તેમજ આ જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ માંડવા માટે પોલીસ હેડ કોસ્ટેબલ કે તેથી ઉપરની કક્ષાના પોલીસ અધિકારીને અધિકૃત કરવામાં આવે છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!