AHAVADANG

ડાંગ જિલ્લામાં વન સેતુ ચેતના યાત્રા’નું વઘઇ,પિમ્પરી,આહવા,સુબિર,અને શબરી ધામ ખાતે કરાયું ભવ્ય સ્વાગત…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
આદિજાતિ સમાજના સર્વાંગીણ ઉત્કર્ષને પ્રાધાન્ય આપતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આદિવાસીઓમાં પણ સૌથી વંચિત એવા આદિમજૂના લોકો માટે ₹ ૨૪ હજાર કરોડની બજેટ જોગવાઈ કરીને, આદિવાસી સમાજની ચિંતા કરી છે તેમ, રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી અને ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઇ હળપતિએ ડાંગના આંગણે પધારેલી ‘વન સેતુ ચેતના યાત્રા’ ના સ્વાગત દરમિયાન જણાવ્યું હતું.
શ્રી હળપતિએ દેશના સર્વોચ્ચ હોદ્દા ઉપર એટલે કે રાષ્ટ્રપતિ પદ ઉપર સુશ્રી દ્રૌપદી મુરમુને સ્થાન આપી, વડાપ્રધાનશ્રીએ આદિવાસી સમાજને અનોખું ગૌરવ બક્ષ્યું છે તેમ પણ જણાવ્યું હતું.

દેશના કરોડો લોકોનો આસ્થા અને ભક્તિને ભરોસો આપતા અયોધ્યા સ્થિત પ્રભુ શ્રી રામના નવનિર્મિત મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને, દેશના ઘરે ઘરે ભક્તિ અને ઉત્સાહ સાથે ઉજવવાની અપીલ કરતા રાજ્ય વન પર્યાવરણ અને ક્લાઈમેટ ચેન્જ મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે, વન સેતુ ચેતના યાત્રાનો હાર્દ સ્પષ્ટ કરતા સૌને આદિજાતિ સમાજના વિકાસમાં સહભાગી થવાની હાંકલ કરી હતી.

ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઇ ખાતે પધારેલી ‘વન સેતુ ચેતના યાત્રા’ નું ભવ્ય સ્વાગત કરતા ડાંગના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલે દેશના નાગરિકોને પૂર્ણ ભક્તિભાવ સાથે યાત્રામાં જોડાઇને, પ્રભુ શ્રી રામના કાર્ય સાથે વિકાસમાં સહભાગી થવાની હિમાયત કરી હતી.

વઘઈથી ડાંગ જિલ્લામાં પ્રવેશેલી ‘વન સેતુ ચેતના યાત્રા’ વઘઇ થી પિમ્પરી, આહવા, સુબિર થઈ શબરી ધામ સુધી પહોંચી હતી. જ્યાં યાત્રાનું ગ્રામીણ પ્રજાજનોએ ભાવપૂર્વક સ્વાગત કર્યું હતું. ઠેર ઠેર પરંપરાગત ડાંગી વાદ્યોની સંગીતની સુરાવલી વચ્ચે, આદિવાસી લોક નૃત્યો, પ્રભુ શ્રી રામ, લક્ષ્મણની વેશભૂષા, બાઇક સવાર યુવાનો, શ્રી રામ મંદિરની ઝલક પ્રસ્તુત કરતો ‘રામ રથ’ અને ડી.જે.ના તાલે સમગ્ર માહોલમાં પ્રભુ શ્રી રામનો જયઘોષ ગુંજી ઉઠ્યો હતો.
ડાંગ જિલ્લાની ‘વન સેતુ ચેતના યાત્રા’ માં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઈન સહિત તાલુકા/જિલ્લાના સ્થાનિક પદાધિકારીઓ, કાર્યકરો, સંગઠનના હોદ્દેદારો, સહિત ડાંગના ઇન્ચાર્જ કલેકટર શ્રી બી.બી.ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.એમ.ડામોર, પ્રાયોજના વહીવટદાર શ્રી રાજ સુથાર, યાત્રાના લાયઝન અધિકારીઓ એવા નાયબ વન સંરક્ષક સર્વશ્રી રવિ પ્રસાદ અને દિનેશ રબારી સહિત સહિત સંબંધિત વિભાગના અધિકારી, કર્મચારીઓ, વન અધિકારીઓ, વનકર્મીઓ, પોલીસના જવાનો, શાળાના બાળકો, શિક્ષકો, પ્રજાજનો વિગેરે મોટી સંખ્યામાં જોડાયા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!