GUJARATJUNAGADHKESHOD

કેશોદ ખાતે રોટરી ક્લબ ઓફ કેશોદ આયોજિત અને ક્રિષ્ના સાયન્સ સ્કૂલ અને આદિત્ય જીવન વીમા કેન્દ્ર મુકેશ સ્ટીલ  દ્વારા આયોજન કરવામાં આવ્યું

ધમાલ ગલી,સ્ટ્રીટ ફન દ્વારા મોબાઈલ ઈન્ટરનેટ અને હરીફાઈના યુગ અને માર્ક ની મોકાણ ભૂલી ત્રણ પેઢી બાળકો,યુવા માતપિતા, દાદાદાદી સૌ કોઈ ઝુમ્યા, ઝુંબા અને એરોબિક્સ ના સથવારે, ભમરડા સંગ ભમ્મર ને દોરડાકુદી તમ્મર થઈ ગયા, લિબુ ચમચી, કોથરા દોળ, આંધળો પાટો, પૈડાં જાણે દાદા ને જુવાની ફૂટી ને યુવા બેક ટુ બચ્ચપન, ઉખાણા ની રમઝટ ને ડાન્સ ની ધમાલ, સેલ્ફી ના સથવારે ને ફૂડ ઝોનના ગરમ ખમણ ને ભેળની મોજ, ઝંપિંગ ઝપાક બાળકો ને શેરી રમતો રમવી છે મોબાઈલ મૂળ ગમતો નથી પણ ચાંદો સૂરજ સાથે રમે ને વાર્તા રે વાર્તા કોઈ કહે તો ગમે એ સાબિત થઈ ગયું. રોટરીના ફાઉન્ડર પ્રેસિડન્ટ હિતેશ ચનીયારા કહે શહેરના સ્પોન્સર તૈયાર હોય તો કેશોદને વેપારી નગરી થી સંસ્કૃતિ નગરી માટે કલા સાહિત્ય રમત ગમત ના કાર્યક્રમો આપતા રહીશું, બાળકો ને ખીલવા ને ખુલવા નો એક અવસર, પાટી દફ્તરના બોજ થી હળવા થવાની સાથે હર બચ્ચાં અપને આપમે પૂર્ણ અહેસાસ કરાને મેં રોટરી સફલ સાથો સાથ એકાગ્રતા, ચપળતા, ચાતુર્ય જેવા બાલ ગુણ જે રમતોની રમવાથી વિકસે એ તમામ માટે ધમાલ ગલી સજાવવા 15 દિવસથી કરેલ રોટરીની જહેમત ફળી કેતનભાઈ ની મંડપ સર્વિસ, અંકુરભાઈ ની મ્યુઝિક સિસ્ટમ એવી જ ભાવના થી તમામ રોટરી ટિમ પરિવાર સહિત શહેરના પ્રથમ નાગરિક મેહુલભાઈ ગોંડલીયા થી લઇ સૌ કોઈ બચપણ ગલી માં વિચર્યા સ્ટેટસ વિસર્યાને બસ બાળકો સાથે બાળક બની ચકી બેન અને બિલાળી ને ભોંદુભાઈ તોફાની સાથે તોફાન કર્યા આંબાવાડીમાં કદાચ વરસો પહેલા આવા જ ટહુકા ગુંજતા હશે કાપડ બઝારમાં દબાયેલ કલબલાટ, પૂનઃ શેરી માં પ્રાપ્ય થયો

રિપોર્ટ : અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!