JUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢમાં પોલીસ આજે મસાલ પીટીની સાથે અશ્વ શો, ડોગ શો, મલખમ સહિતના કાર્યક્રમ યોજાશે

ગુજરાત પોલીસના ૨૫૬ જવાનો સાથે ૫૧૨ મસાલ સાથે રજૂ કરશે દર્શનીય રજૂ કરશે મસાલ પીટી કાર્યક્રમ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : ૭૫માં પ્રજાસત્તાક દિનની રાજ્ય કક્ષાની ઉજવણી જૂનાગઢમાં થઈ રહી છે, ત્યારે ગુજરાત પોલીસના ૨૫૬ જવાનો ૫૧૨ મસાલા સાથે ભવ્ય અને દર્શનીય મશાલ પીટી કાર્યક્રમ રજૂ કરશે. આ સાથે અશ્વ શો, ડોગ શો, મલખમ, બાઈક સ્ટંટ શો સહિતના કાર્યક્રમમાં પણ યોજવામાં આવશે.
રાષ્ટ્રીય પર્વ નિમિત્તે આ મસાલ પીટી કાર્યક્રમનું જૂનાગઢ શહેરની વિવેકાનંદ હાઈસ્કૂલના મેદાનમાં આજે સાંજે ૭ કલાકે યોજવામાં આવશે.
આ મસાલ પીટી કાર્યક્રમમાં પોલીસ જવાનો બંને હાથમાં મશાલ પકડીને ‘ગુજરાત પોલીસ’, ‘ વેલકમ ‘, ‘જય શ્રી રામ’ જેવા શાબ્દિક ફોર્મેશન બનાવશે. જે રાત્રિના સમયે નિહાળવા દર્શનીય બની રહેશે.
આ મસાલ પીટી કાર્યક્રમ ઉપરાંત લાઈટિંગ આધારિત અશ્વ શો, ડોગ શો, બાઈક સ્ટંટ શો યોજવામાં આવશે. પોલીસ પરિવારના બાળકો દ્વારા ખાસ મલખમ કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે. સુરક્ષા સેતુ અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા જુડો કરાટેનું પણ નિદર્શન કરવામાં આવશે. આ સાથે બ્રાસ બેન્ડ અને પાઇપ બેન્ડ ડિસ્પ્લે કરવામાં આવશે. તેમ પોલીસ ઇન્સ્પેક્ટર એ. બી. ચૌહાણએ જણાવ્યું હતું.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!