સુરેન્દ્રનગર LCB પોલીસે 80 ફૂટ રોડ પેટ્રોલ પંપ પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે બે ઈસમો ઝડપાયા.
તા.30/01/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
બિયર ટીન નંગ 192 કિ.રૂ.19,200 તથા સ્વીફ્ટ કાર રૂ.3,00,000 તથા મોબાઇલ નંગ 2 રૂ.25,000 એમ કુલ મળીને રૂ.3,44,200 નો મુદ્દામાલ જપ્ત કર્યો.સુરેન્દ્રનગર જિલ્લામાં એલસીબી ટીમ દ્વારા અલગ અલગ ટીમો બનાવી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરી બાતમી આધારે પીઆઇ વી વી ત્રિવેદી, વિજયસિંહ પરમાર, મેહુલભાઈ મકવાણા, શક્તિસિંહ ચૌહાણ સહિત સમગ્ર ટીમ દ્વારા સીટી બી ડિવિઝન પોલીસ મથકના 80 ફુટ રોડ પેટ્રોલ પંપ પાસેથી આરોપી ઈકબાલખાન ઉર્ફે ઈરફાન મોહમ્મદ ખાન આરબખાન મેર રહે જુનેજા મહેરની વસ્તી ભાડકા રાજસ્થાન હાલ ગોકુલનગર રબારી નેસ 80 ફુટ રોડ વઢવાણ, મેલાભાઈ, અરજણભાઈ ગેલાભાઈ કલોતરા રહે ગોકુલનગર રબારી નેસ 80 ફૂટ રોડ વઢવાણ સુરેન્દ્રનગર વાળાઓને પોતાની માલિકીની સ્વીફ્ટ જેનો રજી જીજે 33 એફ 2545 માંથી ગેરકાયદેસર પાસ પરમીટ વગર વિદેશી દારૂ કિંગફિશર બીયર ટીન નંગ 192 જેની કિ.રૂ.19,200 તથા મોબાઇલ નંગ 2 કિ.રૂ.25,000 તથા સ્વીફ્ટ કાર રૂ.3,00,000 એમ કુલ મળીને 3,44,200 ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી તમાંમ મુદ્દામાલ કબજે કરી સીટી બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.