છેલ્લા ઘણા સમય થી સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદથી તૈયાર પાક મગફળી, સોયાબીન જેવા પાકોને ભારે નુકસાન કૃષી મંત્રી રાવજીભાઈ પટેલને પત્ર લખીને ખેતીમાં થયેલ નુકશાનનુ સર્વે કરાવીને ખેડુતોને સહાય ચુકવવામાં આવે તેવી માંગણી કરતા અજાબના સરપંચ : મગનભાઈ અઘેરા
ખેતીમાં થયેલ નુકશાનનુ સર્વે કરાવીને ખેડુતોને સહાય ચુકવવામાં આવે તેવી માંગણી કરતા અજાબના સરપંચ : મગનભાઈ અઘેરા
કેશોદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદથી તૈયાર પાક મગફળી, સોયાબીન જેવા પાકોને ભારે નુકસાન કૃષી મંત્રી રાવજીભાઈ પટેલને પત્ર લખીને ખેતીમાં થયેલ નુકશાનનુ સર્વે કરાવીને ખેડુતોને સહાય ચુકવવામાં આવે તેવી માંગણી કરતા અજાબના સરપંચ મગનભાઈ અઘેરા કેશોદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડતાં ખેતરોમાં મગફળીના પાકને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.કેશોદ અને સોરઠ પંથકમાં મગફળીનો પાક તૈયાર થતા જ ભારે વરસાદ વરસતા મગફળીની નિરણ સંપૂર્ણ સડી ગયેલી છે અને મગફળી પાથરામા અને જમીનમા ઉગવા લાગી છે અને ખેડુતો ને ખુબ મોટું નુકશાન થયું છે કેશોદના અજાબ ગામ તથા આસપાસના વિસ્તારમાં વરસાદને કારણે મગફળીના પાકને નુકસાન થવાની સાથે જીવજંતુઓ નો ઉપદ્રવ વધી જતાં આકસ્મિક ઘટના બનવાની સંભાવના વધી ગઈ છે. આ બાબતે અજાબના સરપંચ મગનભાઈ અઘેરા એ કૃષી મંત્રી રાવજીભાઈ પટેલ ને પત્ર લખીને ખેતીમાં થયેલ નુકશાનનુ સર્વે કરાવીને ખેડુતોને સહાય ચુકવવામાં આવે તેવી માંગણી કરી છે..
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ