BHARUCHNETRANGUncategorized

નેત્રંગ : ગાંધી બજાર વિસ્તારમાં બેનેલ સી.સી. રસ્તા પર ગણતરીના દિવસોમાં તિરાડો નજરે પડતાં સ્થાનિકોમાં તંત્રની કામગીરી પ્રત્યે છૂપો રોષ…..

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

તા.૧૧/૦૨/૨૦૨૪

નેત્રંગ ગાંધી બજાર વિસ્તારમાં બનેલ સી.સી રસ્તા પર એક માસ નો સમય પૂર્ણ કરે તે પહેલા જ ખૂબ મોટા પ્રમાણમાં તિરાડો નજરે પડતા સ્થાનિકો માં તંત્ર ની કામગીરી પ્રત્યે ઉઠ્યા સવાલો…?

ભરૂચ જિલ્લા ના નેત્રંગ પંથક ખાતેના ગાંધીબજાર વિસ્તારમાં થોડા દિવસો અગાઉ જ લાખો ના ખર્ચે બનેલ સી, સી રસ્તા ને ખુલ્લો મુક્યા ને માત્ર એક માસ જેટલો જ સમય થયો છે,તેવામાં હવે માર્ગ ની કામગીરીમાંની ગુણવત્તા અંગે બુમરાણ સ્થાનિકો માંથી ઉઠવા પામી છે.

એક જ માસ ના સમય ગાળા માં જ માર્ગ ઉપર તિરાડો ઉપસી આવી હોવાનું નજરે પડતા લોકોએ તંત્ર ની કામગીરી સામે સવાલો ઉભા કર્યા હતા… પ્રજા ના પૈસા નૉ લાખો ના ખર્ચ છતાં કોની બેજવાબદારની આ પ્રકારે હલકી ગુણવત્તા વારી કામગીરી મામલે ઉચ્ચ અધિકારી ઓ તપાસ કરે તે જરૂરી બન્યું હોવાનું કહેવાય રહ્યું છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!