GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર લોકસભાની ચૂંટણી પહેલા શહેરીજનોને કરોડો રૂપિયાના વિકાસના કામોની ભેટ મળશે.

તા.01/02/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

છેલ્લા 5 વર્ષમાં જે કામો ના થયા તે છેલ્લા 1 મહિનામાં થઈ જશે અને લોકાર્પણ પણ થઈ જશે

લોકસભાની ચૂંટણી આવી હવે સીટી બસની માંગણી પણ શહેરીજનોની સંતોષાઈ.

લોકસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે ત્યારે બંને પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે જોકે આ વખતે ગુજરાત રાજ્યમાં લોકસભાની ચૂંટણીમાં 26 બેઠકો ઉપર ત્રી પાખીયો જંગ સર્જાય તેવી પરિસ્થિતિ છે પરંતુ હાલની પરિસ્થિતિ મુજબ સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પક્ષ દ્વારા આ મામલે તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે અને લોકોની આંખે ઊડીને વળગે તે પ્રકારના જે વિકાસના કામો થયા છે તે વિકાસના કામો લોકો સુધી પહોંચે અને લોકોના મગજ સુધી ઉતરે તે પ્રકારનો પ્રયાસ ભાજપ પક્ષે હાથ ધર્યો છે ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા સુરેન્દ્રનગર જિલ્લા વાસીઓને સુવિધામાં વધારો થાય તે પ્રકારના પ્રયોગો તંત્ર દ્વારા અને ખાસ કરીને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે સૌપ્રથમ સુરેન્દ્રનગરના પ્રાણ ક્ષમા જે ટ્રાફિક નો પ્રશ્ન હતો તે નિવેડો લાવી અને સૌથી મોટી બજાર સુરેન્દ્રનગર જિલ્લામાં ટૂંક સમયમાં નિર્માણ પામશે તે અંગેના વિચારણા હાલમાં ચાલુ છે જગ્યા કઈ જગ્યાએ ફાળવી તે પણ હાલની પરિસ્થિતિ મુજબ વિચારણા ચાલુ છે ત્યારે હાલ સુરેન્દ્રનગરના ટાગોરબાગ પાસે કામ ચલાવતા માર્કેટ ઉભી કરી અને શહેરમાં ટ્રાફિક જામ સમસ્યા નીવેડો આવે તે પ્રકારના પ્રયાસ નગરપાલિકાએ હાથ ધર્યા છે અન્ય બાબતે વિકાસના કામમાં હાલ સુધી જો ચોમાસુ હોય અને ભોગાવો નદીમાં પાણી આવે તો શહેરના જિલ્લા પંચાયતથી લઈ અને રતનપર સુધીના ક્રોઝવે પાણીમાં ગરકાવ થતા હતા અને બીજી તરફ ડ્રાઈ વર્ઝન આપવામાં આવતું હતું અન્યત્ર બાબત એ હતી કે શહેરની જનતાને બે કિલોમીટર સુધી ફરી અને ત્યારબાદ રતનપર સુધી પહોંચવા મજબૂર બનવું પડતું આજ અંગે પુલ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને હાલ આ પુલ સંપૂર્ણપણે તૈયાર થઈ ચૂક્યો છે અને હવે ટૂંક સમયમાં તેનું લોકાર્પણ કરી અને લોકોની સેવા માટે આ પુલ ખુલ્લો મુકવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે બીજી તરફ સુરેન્દ્રનગર શહેરમાં અત્યાર સુધી એક પણ સ્પોર્ટ કોમ્પ્લેક્સ ઉપલબ્ધ ન હતું હવે સ્પોર્ટ ક્ષેત્રમાં ગુજરાત રાજ્ય પ્રગતિ કરી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર શહેરની મધ્યમાં આવેલા મેળાના મેદાન વિસ્તારમાં સૌપ્રથમ સ્પોટ સંકુલ ઊભું કરવામાં આવશે તેનું ટેન્ડર પ્રક્રિયા નગરપાલિકાએ શરૂ કરી છે આ ઉપરાંત અન્ય એક જગ્યાએ પણ સ્પોર્ટ કોમ્પ્લેક્સ બનાવવાનું નક્કી કરાયું છે અને સુરેન્દ્રનગર શહેરના જિલ્લા કક્ષાનું સ્પોર્ટ સંકુલ સુરેન્દ્રનગર લીંબડી હાઇવે ઉપર આવેલી એક મોટી જગ્યામાં બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે હવે ટૂંક સમયમાં આ કામો પણ શરૂ કરવામાં આવશે લોકસભાની ચૂંટણી પહેલા લોકોને આંખે ઊડીને વળગે તેવા પ્રકારના કામો ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આગેવાનોએ શરૂ કરાવ્યા છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

Back to top button
error: Content is protected !!