JETPURRAJKOT

રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે “ખેતી વિષયક ગણના ૨૦૨૧–૨૨” અન્વયે જિલ્લા કક્ષાની તાલીમનું આયોજન કરાયું

તા.૬ ફેબ્રીઆરી

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

ત્રણ તબક્કામાં યોજાનારી ખેતી ગણનાની સમગ્ર કામગીરીનું પાંચ જગ્યાએથી મોનિટરીંગ કરાશે

મહેસુલ વિભાગ અને ખેતી નિયામકશ્રીની કચેરી, ગુજરાત રાજ્ય ના સંયુક્ત ઉપક્રમે ૧૧ મી “ખેતી વિષયક ગણના ૨૦૨૧–૨૨”માસ્ટર ટ્રેનર્સની તાલીમ અન્વયે જિલ્લા કક્ષાની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

આ તકે ગાંઘીનગરથી આવેલા સહાયક નિયામક ખેતીશ્રી નરેશભાઈ નાયકે ઓપરેશનલ હોલ્ડર મારફત કૃષિ ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતી જમીન, પાક પદ્ધતિ, સાધનોના વપરાશ અંગેની માહિતી , પ્રકાર વગેરેની સંખ્યા અને વિસ્તારના આધારે કૃષિ ક્ષેત્રની રચના અને લાક્ષણિકતાઓનું વર્ણન, જિલ્લો/ગામ/તાલુકા સ્તર સુધી નવા કૃષિ વિકાસ કાર્યક્રમો ઘડવા અને તેમની પ્રગતિનું મૂલ્યાંકન કરવા અંગે જરૂરી માહિતી પૂરી પાડી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ખેત વિષયક ગણના દર પાંચ વર્ષે યોજાય છે. પ્રથમ ખેત વિષયક ગણના વર્ષ ૧૯૭૦-૭૧ માં કરવામાં આવી હતી અને છેલ્લી ખેત વિષયક ગણના વર્ષ ૨૦૧૫-૧૬માં કરવામાં આવી હતી. કોરોના મહામારીના કારણે ખેત વિષયક ગણના વર્ષ ૨૦૨૧-૨૨ની વર્ષ ૨૦૨૩ દરમિયાન હાથ ધરવામા આવશે. જેમાં તાલુકા અને ગ્રામ્ય સ્તર સુધી ડેટાની સચોટ અને સટીક માહિતી એકઠી કરવામાં આવે છે. આ માહિતીનો ઉપયોગ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ મહત્વના નિર્ણયો લેવા માટે મહત્વનો સાબિત થાય છે. ભવિષ્યના કૃષિ સર્વેક્ષણો હાથ ધરવા માટે મહત્વનું આંકડાકીય માળખું પણ આ ડેટા પુરૂ પાડે છે. ખેત વિષયક ગણના ૨૦૨૧-૨૨ ત્રણ તબક્કામાં યોજવામાં આવશે. પ્રથમ તબક્કામાં ગામની જમીનના રેકોર્ડ (ખાતાવહી) માંથી કાઢવામાં આવેલ ડેટા (અથવા રી-ટેબ્યુલેશન) નો ઉપયોગ કરીને તમામ ગામોમાં તમામ માલિકી/ઓપરેશનલ હોલ્ડિંગ્સની સંપૂર્ણ ગણતરી કરવામાં આવશે. બીજા તબક્કામાં સર્વે રજિસ્ટરમાંથી કાઢવામાં આવેલ ડેટા (રી-ટેબ્યુલેશન)નો ઉપયોગ કરીને ૨૦% ગામડાઓના નમૂના અને તમામ ઓપરેશનલ હોલ્ડિંગ્સની સંપૂર્ણ ગણતરી કરવામાં આવશે. ત્રીજા તબક્કામાં ઘરગથ્થુ પૂછપરછ દ્વારા ૭% ગામોના દરેક પસંદ કરેલ નમૂનામાં ૫ કદના દરેક વર્ગમાંથી ૪ હોલ્ડિંગ્સનો નમૂના સર્વેક્ષણ કરવામાં આવશે. સમગ્ર કામગીરી માટે માટે પાંચ જગ્યાએથી મોનિટરીંગ કરવામાં આવશે જેમાં સિસ્ટમ એડમિનિસ્ટ્રેટર(રાજ્ય કક્ષા) , જિલ્લા અધિકારી, બ્લોક ઓફિસર, સુપરવાઈઝર અને ગણતરીકારનો સમાવેશ થાય છે. આ સર્વેક્ષણ ગુજરાતી ભાષામાં કરવામાં આવશે છે. ડેટા કેપ્ચરિંગની પ્રગતિમાં વધારો કરવા માટે ડેટા અપલોડ કરવા માટે ઈન્ટરનેટ જરુરી રહેશે.

આ તકે એગ્રીકલ્ચર ઓફિસરશ્રી ગોરાંગભાઈ રાઠવા સહિત કામગીરી સાથે સંકળાયેલ તમામ મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, નાયબ મામલતદારશ્રીઓ અને તલાટીશ્રીઓ (મહેસૂલી તથા પંચાયત) આ તાલીમમાં ઉપસ્થિત રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!