CHIKHLINAVSARI

સરકારશ્રીની યોજનાઓનો લાભ લઈ કરોડોનું ટનઓવર કરતી સંસ્થા બની અક્ષરમ ડેરી એન્ડ ફાર્મ.

દૂધ ઉત્પાદનથી લઈ દૂધ બનાવટની ચીજ વસ્તુઓના વેચાણ સુધીની સફળતા.

વાંઝણા ગામનો મધ્યમ પરીવારના શિક્ષિત યુવાન દ્વારા સરકારી રોજગાર કચેરી દ્વારા ડેરી ઉદ્યોગ માંથી શિક્ષિત બેરોજગારનો લાભ મેળવી અને લાખો ની કમાણી કરી રહ્યો છે.

વાત્સલ્યમ્ સમાચાર
અંબાલાલ પટેલ – ચીખલી

આજ ના અધતન યુગ માં જ્યારે દેશ અને દુનિયામાં અનેક વિસ્તારો માં બેરોજગારી જોવા મળે છે. ત્યારે અનેક યુવાનો કામ ધંધા ની શોધ માં ભટકતા હોય છે. જ્યારે યોગ્ય રોજગારી અને કામ ધંધો ના મળતા યુવાનો વ્યસનો તરફ જતાં જોવા મળે છે. ત્યારે ચીખલી તાલુકાના વાંઝણા ગામ ખાતે ના એક શિક્ષિત યુવાન દ્વારા સરકારશ્રી ની યોજનાનો લાભ લઈ અને પશુપાલનનો વ્યવસાય કરી લાખો ની કમાણી કરી રહ્યો છે.ચીખલી તાલુકા ના વાંઝણા ગામ ખાતે અને રાનકુવા ટાંકલ મુખ્ય માર્ગ પર થી પસાર થઈ એ તો અક્ષરમ ડેરી એન્ડ ફાર્મ તમે જોયું હશે. જ્યારે આ ફાર્મ ની વિશેષતા એ છે કે અહીં મળતું દૂધ દહીં,છાસ, શ્રીખંડ, અને બીજાં દૂધ માંથી બનતી મીઠાઈઓ અને ખાસ ગીર ગાયનું દૂધ અને ઘી આ ફાર્મ પર આવેલ અક્ષરમ્ ડેરી દ્વારા વેચાણ કરવામાં આવે છે. જ્યારે આ સમગ્ર દૂધ ની બનાવટો ની ચીજ વસ્તુઓ એમનાં ફાર્મ ના ચોખા દૂધ માંથી બનાવવામાં આવે છે. જેને લઈને યોગ્ય ગુણવત્તાની જાળવણી પણ થાય છે.વાંઝણા ગામ ના યુવા તેજશભાઈ આહીર દ્વારા વર્ષ ૨૦૨૦ માં તબેલો બનાવવામાં આવ્યો હતો. આ તબેલો બનાવવા માટે સરકારી યોજના બાજપાઈ બેન્ક બલ દ્વારા ૮ લાખ ની લોન મેળવી હતી. ત્યાર બાદ નાની શરૂવાત બાદ પ્રધાન મંત્રી રોજગાર નિર્માણ કાર્યક્રમ વટી ૨૩.૫૦ લાખ ની લોન મેળવી. જેને લઈને અધતન રીતે ડેરી એન્ડ ફાર્મ બનાવાયું અને હાલ આઉટલેટ દ્વારા આ ડેરી માં બનતી મીઠાઈઓ અને દૂધ ની બનાવટોની ચીજ વસ્તુઓ મોટા પ્રમાણ માં વેચાણ કરી લાખો રૂપિયા ની આવક થઇ રહી છે. જ્યારે હાલ આ ફાર્મ માં ૪૦ ભેંસો અને અલગ અલગ પ્રજાતિની ૩૯ ગાયો છે. જ્યારે ભેંસો હરિયાણા ની પ્રજાતિ ની હોય જેને હરિયાણા થી ઈમ્પોર્ટ કરવામાં આવી છે. જ્યારે ખાસ ગીર ગાય જેનું હિન્દુ સંસ્કૃતિ અને અલગ ઇતિહાસ ધરાવતી હોય જેને ભાવનગર થી લાવવામાં આવેલ છે. જ્યારે ખૂબ સરસ રીતે પશુપાલન થતું હોય જેને લઈને નવસારી જિલ્લામાં સર્વ શ્રેષ્ઠ પશુપાલન માટે વર્ષ ૨૦૨૧-૨૨ માં પ્રથમ નંબર નો પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો છે. જ્યારે ૧૦,૦૦૦ જેટલી રકમ ઇનામ ના સ્વરૂપ માં પશુપાલન વિભાગ દ્વારા આપવામાં આવી હતી. જ્યારે તેજસભાઈ આહીર પોતે ગ્રેજ્યુએશન કરી અને ગામ ની દૂધ મંડળી માં ૧૫૦૦ રૂપિયા ના પગાર થી પોતાનાં જીવન ની શરૂવાત કરી હતી. જ્યાર બાદ દૂધ ઉત્પાદન નો બહુરો અનુભવ લઇ પોતાની ડેરી એન્ડ ફાર્મ હાલ ચલાવી રહ્યા છે. જ્યારે નાની શરૂવાત બાદ હાલ કરોડો નું ટન ઓવર કરતી ડેરી અને ફાર્મ હાલ ચલાવી રહ્યા છે. જ્યારે હાલ નોકરી ધંધા માટે ફરતાં યુવાનો માટે તેજસભાઈ આહિર પ્રેરણા પૂરી પાડે છે.

બોક્સ:૧
સરકારશ્રી દ્વારા શિક્ષિત યુવાનો માટે શિક્ષિત બેરોજગાર માટે અલગ અલગ યોજનાઓ દ્વારા લોન અને ધિરાણ આપવામાં આવે છે. જ્યારે આ યોજનાઓ નો સીધો લાભ જિલ્લા રોજગાર કચેરી નો સંપર્ક કરી મેળવી શકાય છે. જેમ તેજસ આહિર દ્વારા બાજપાઈ બેન્કો બલ યોજનાં અને પ્રધાન મંત્રી રોજગાર નિર્માણ કાર્યક્ર્મ વટી ધિરાણ મેળવી કરોડો નું ટનઓવર કરતી સંસ્થા બનાવી દેવામાં આવી. એમ બીજાં યુવાનો પણ લાભ લઈ શકશે છે.

બોક્સ:૨
આજ ના અદ્યતન જમાના માં યુવાનો રોજગારી ની શોધ માં ફરતાં હોય છે. જ્યારે મેં મારું ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ દૂધ ઉત્પાદન મંડળી વાંઝણા ખાતે ૧૫૦૦ રૂપિયા પગાર માં દૂધ અને એનાં ઉત્પાદન નો અનુભવ લીધાં બાદ મારે પોતાની ડેરી ચાલુ કરવી હતી. જ્યારે હું સામાન્ય પરીવાર માંથી આવું છું ત્યારે પૈસા ની ઉણપ હતી. ત્યારે જિલ્લા રોજગાર કચેરી દ્વારા યોગ્ય માર્ગદર્શન આપે સરકારી યોજનાં માંથી મને લોન ના રૂપ માં ધિરાણ આપવામાં આવ્યું જેને લઈ ને હાલ હું ૨ થી ૩ કરોડ નું ટન ઓવર કરી રહ્યો છું. જ્યારે ૧૦ લોકો ને રોજગારી પણ આપી રહ્યો છું.
:-તેજસભાઈ આહિર, અક્ષરમ ફાર્મ એન્ડ ડેરી ના સંચાલક

બોક્સ:૩
નવસારી જિલ્લાના આ શિક્ષિત યુવાન ની કામગીરિ અને સરકારી યોજનાનો યોગ્ય લાભ લઈ કરોડો નું ટન ઓવર કરતી સંસ્થા ઊભી કરી એ જોતાં લાગે છે કે પ્રધામંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી નું મેક ઇન ઇન્ડિયા નું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે.

 

 

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!