GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જિલ્લામાં ડેમોની સ્થિતિ જાણો અહીં

MORBI:મોરબી જિલ્લામાં ડેમોની સ્થિતિ જાણો અહીં

 

 

વાંકાનેરની જીવાદોરી સમાન મચ્છુ ૧ ડેમ ઓવરફલો થયો છે અને ઉપરવાસની સતત પાણીની આવક ચાલુ હોય જેથી વાંકાનેર અને મોરબી તાલુકાના કુલ ૨૪ ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે

વાંકાનેરના જાલસીકા નજીક આવેલ મચ્છુ ૧ સિંચાઈ યોજના ઉપરવાસમાં પાણીની આવળ ચાલુ હોય અને ડેમ સંગ્રહશક્તિના ૧૦૦ ટકા ભરાઈ ગયો છે જેથી ૨૪ ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે

વાંકાનેર તાલુકાના હોલમઢ, જાલસીકા, વાંકાનેર શહેર, મહિકા, કોઠી, ગારીયા, જોધપર, પાજ, રસિકગઢ, લુણસરીયા, કેરાળા, હસનપર, પંચાસર, વઘાસીયા, રાતીદેવલી, વાંકિયા, રાણેકપર, પંચાસીયા, ઢુવા અને ધમલપર તેમજ મોરબી તાલુકાના અદેપર, મકનસર, લખધીરનગર, લીલાપર એમ કુલ ૨૪ ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે જે ગ્રામજનોએ નદીના પટમાં અવરજવર નહિ કરવા સુચના આપવામાં આવી છે

Oplus_131072

મોરબીનો મચ્છુ ૨ ડેમ ઓવરફલો થતા ડેમના દરવાજા ખોલવામાં આવ્યો છે જે પાણીની આવક મચ્છુ ૩ ડેમમાં થતી હોવાથી મચ્છુ ૩ ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી છે

મચ્છુ ૩ ડેમના ૧૫ દરવાજા ૧૫ ફૂટ ખોલવામાં આવ્યા છે ઉપરવાસની પાણીની આવકને પગલે ડેમના ૧૫ દરવાજા ખોલવામાં આવ્યા છે જેથી હેઠવાસમાં આવતા મોરબી અને માળિયા તાલુકાના ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે

Back to top button
error: Content is protected !!