અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
શ્રી અર્બુદા આંજણા સમાજ સેવા મંડળ શામળાજી પ્રદેશની 25 મી સાધારણ સભા અને સ્નેહ મિલન સંમેલન યોજાયું
શ્રી અર્બુદા આંજણા સમાજ સેવા મંડળ શામળાજી પ્રદેશની 25 મી સાધારણ સભા અને સ્નેહ મિલન સંમેલન ટીંટોઈ મુકામે પ્રમુખ મનુભાઈ કચરાભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયું જેમાં આમંત્રિત મહેમાનો તરીકે સમાજના પૂર્વ પ્રમુખ ઓ, મંત્રી ઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શુભ શરૂઆત પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી ટીંટોઇ ગામના મનીષભાઈ પટેલ દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ ગ્રામજનો દ્વારા ફૂલછડી અને સાલથી સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ સમાજના મંત્રી કમલેશભાઈ પટેલ દ્વારા સને 2023/ 24 ના વાર્ષિક હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા તેમજ સમાજ ઉત્થાન તેમજ કલ્યાણ નિધિ માટે જોડાવા આહવાન કર્યું હતું ત્યારબાદ સમાજના વર્ષ 2022/ 23 અને 2023/ 24 ના ધોરણ 1 થી 12 તેમજ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ સિદ્ધિઓ હાંસલ કરનાર તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવ્યા ત્યારબાદ સમાજના નિવૃત્ત કર્મચારી ભાઈઓ, બહેનો તેમજ નવી નિમણૂક પામેલા ભાઈઓ, બહેનો તેમજ દૂધ ઉત્પાદન ક્ષેત્રે તેમજ કૃષિ ઉત્પાદન ક્ષેત્રે શ્રેષ્ઠ ઉત્પાદન મેળવનાર ભાઈઓ,બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું સમાજના દરેક ગામમાંથી ગામના પ્રતિનિધિઓ કોદરભાઈ પુંજાભાઈ પટેલ, ધુળાભાઈ રેવાભાઇ પટેલ પૂર્વ મંત્રી , મનુભાઈ લવજીભાઈ પટેલ પૂર્વ પ્રમુખ , સૂર્યકાંતભાઈ પટેલ અર્બુદા શરાફી મંડળીના ચેરમેન , જગદીશભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ ડોક્ટર રમણભાઈ પટેલ દ્વારા સમાજ નિર્માણમાં તેમજ અર્બુદા કલ્યાણ નિધિના યોગદાન માટે વિચારો રજૂ કર્યા હતા.
સમાજના પ્રમુખ મનુભાઈ કચરાભાઈ પટેલે સમાજના ઉત્થાન માટે,સમાજમાં ઉપયોગી થવા માટે, ભાવિ પેઢીના ઘડતર માટે, અર્બુદા કલ્યાણ નિધિના આયોજન અંગે ઉમદા વિચારો રજૂ કર્યા હતા.સમાજના પૂર્વ પ્રમુખ ર્ડો.રમણભાઈ પટેલે 111111/- રૂપિયાનું જમીન સંપાદન માટે દાન આપ્યું વણઝર ગામના કૈલાશબેન વિઠ્ઠલભાઈ પટેલ દ્વારા પશુપાલન ક્ષેત્રે શ્રેષ્ઠ ઉત્પાદન મેળવનારને આજીવન ઇનામ આપવામાં આવશે આ દાન આપના તમામ દાતાઓનો તેમજ અહેવાલ પ્રિન્ટિંગ ખર્ચમાં સહયોગ આપવા બદલ પટેલ મુકેશભાઈ પ્રભાભાઇનો હુ અર્બુદા સમાજસેવા મંડળ વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સમગ્ર કાર્યક્રમની આભાર વિધિ ટીંટોઈ ગામના યુવાન એવા ચેતનભાઇ પટેલ દ્વારા કરવામાં આવી હતી સાધારણ સભા અને સ્નેહ સંમેલનમાં સમાજમાંથી મોટી સંખ્યામાં ઉપસ્થિત વડીલો,માતાઓ, યુવાન ભાઈઓ, બહેનો તેમજ બાળકો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા બદલ ખુબ ખુબ ધન્યવાદ સ્નેહ મિલન અને સાધારણ સભાના યજમાન ગામ ટીંટોઈ ના સમાજના સર્વે સ્વજનો કે જેમને સુંદર વ્યવસ્થા પૂરી પાડી તે બદલ હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરું છું