બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૨૯/૦૧/૨૦૨૫
નેત્રંગ તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ નેત્રંગના અધ્યક્ષ રાજન ગાંવિત, જિલ્લા મહાસંઘના અધ્યક્ષ પુષ્પરાજસિંહ ગોહિલ અને મહાસંઘના હોદ્દેદારો દ્વારા નેત્રંગ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સુરેશભાઈ વસાવાની મુલાકાત કરવામાં આવી. નેત્રંગ તાલુકાના ૧૦વર્ષ પુર્ણ થયા બાદ પણ અલગ ટાન નંબર ન હતો. જે માટે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા પોતાના ડોક્યુમેન્ટ આપી તાલુકાનો અલગ ટાન નંબર અપાવ્યો. જે બદલ નેત્રંગ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ નેત્રંગ ટીમ વતી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સુરેશભાઈ વસાવાને શાલ ઓઢાડીને પુષ્પ ગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું.
અને પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ નેત્રંગની કારોબારીમાં મળેલ રજૂઆતના તમામ પ્રશ્નોને પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ નેત્રંગના અધ્યક્ષ રાજન ગાંવિત તથા જિલ્લા શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ પુષ્પરાજસિંહ ગોહિલ અને સંગઠનના સૌ હોદ્દેદારો દ્વારા નિવૃત શિક્ષકોને બાકી જૂથ વીમાના નાણાં ચૂકવવા બાબત, મૃત્યુ પામેલ શિક્ષકને મળવાપાત્ર લાભો આપવા બાબત, ઉ. પ. ધો.ના એરિયસના નાણાં ચુકવવા બાબત, CPF ખાતા બાકી શિક્ષકોનાં ખોલાવવા બાબત સહિતની બાબતોની તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને લેખિત રજૂઆત પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ નેત્રંગ દ્વારા કરવામાં આવી.