ગુજરાત ને શર્માનાક કરતી ઘટના ઘટી, પિતાએ સગીરા પર બે વાર બળાત્કાર ગુજાર્યો
વડોદરાના ભાયલીમાં નવરાત્રિના બીજા નોરતે સામૂહિક દુષ્કર્મની ઘટનાએ સમગ્ર ગુજરાતમાં ચકચારી મચાવી દીધી હતી. ત્યારે હવે ડભોઇ નગરમાં રહેતા શ્રમજીવી પરિવારની સગીરા પર સાવકા પિતાએ એકલતાનો લાભ લઈ બે વાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ ડભોઇ પોલીસ મથકમાં નોંધાઇ હતી.
વડોદરાના ડભોઇમાં શ્રમજીવી પરિવારની સગીરાના પિતાનું 11 વર્ષ પૂર્વે અવસાન થયું હતું. તેની માતા અને ભાઈ સાથે રહેતી કન્યાના વિધવા માતાના પતિ તરીકે છેલ્લા સાત વર્ષથી લાલા નગીનભાઈ વસાવા રહેતો હતો. સગીરાની માતા મજૂરી કામે જાય ત્યારે લાલા વસાવા પોતાની દીકરી સમાન સગીરા ઉપર દાનત બગાડતો હતો અને અવાર નવાર શારીરિક અડપલા કરતો હતો.
ત્રણ માસ પહેલા સગીરા ઘરમાં એકલી હતી અને તેની માતા મજૂરી કામે ગઇ હતી. ત્યારે એકલતાનો લાભ લઈને હવસખોર લાલા વસાવાએ દુષ્કર્મ આચર્યું હતું. અને કોઇને આ બાબતની જાણ ન કરવા માટેની ધમકી આપી હતી. બાદ હવસખોરે ત્રણ દિવસ પૂર્વે પુનઃ એકવાર સગીરાની એકલતાનો લાભ લઇને મરજી વિરુદ્ધ ઘરમાં જ દુષ્કર્મ આચર્યું હતું. અને ફરી સગીરાને કોઇને જાણ ન કરવા માટે ધમકી આપી હતી.
ત્રણ દિવસ પહેલા સગીરા ઘરમાં રડતી હતી. તે દરમિયાન ઘરે આવી પહોંચેલી નાનીએ સગીરાને રડવાનું કારણ પૂછ્યું હતું. તેણે લાલા વસાવાએ દુષ્કર્મ આચર્યું હોવાનું જણાવ્યું હતું. તે જ સમયે મજૂરી કામેથી પરત ફરેલી સગીરાની માતાએ પણ દીકરીને રડવાનું કારણ પૂછતાં સગીરાએ કાકા લાલા વસાવાએ દુષ્કર્મ આચર્યું હોવાનું જણાવ્યું હતું. તેથી મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે લાલાને શોધવા માટે શોધખોળ કરી હતી. આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સગીરાએ દુષ્કર્મ આચરનારને ફાંસીની સજાની માંગણી કરી છે.