Rajkot: રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના સ્પે. મોનીટર શ્રી બાલકૃષ્ણ ગોયલ દ્વારા સ્પે. હોમ ફોર ગર્લ્સની મુલાકાત
તા.૨૪/૧૦/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
બાળકીઓની સુરક્ષા, સ્વાસ્થ્યને લગતી સુવિધા સહિતની વિગતોની સમીક્ષા કરી
Rajkot: રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના સ્પેશિયલ મોનીટર શ્રી બાલકૃષ્ણ ગોયલે આજે રાજકોટમાં ભક્તિનગર ખાતે સ્પેશિયલ હોમ ફોર ગર્લ્સની મુલાકાત લીધી હતી અને બાળકીઓની સલામતી, સ્વાસ્થ્ય સુવિધા સહિતના વિવિધ પાસાઓની સમીક્ષા કરી હતી.
શ્રી ગોયલે બાળકીઓને આપતા વિવિધ ભોજન, સુરક્ષા વ્યવસ્થાની વિગતો જાણી હતી. આ પરિસરમાં મુલાકાતીઓના રજીસ્ટર તેમજ અન્ય દસ્તાવેજોની ચકાસણી કરી હતી અને મુલાકાતીઓના રજિસ્ટર, હેલ્થ રજિસ્ટરને ચીવટપુર્વક નિભાવવા જણાવ્યું હતું.
તેમણે સ્ટાફ સાથે વાતચીત કરીને તેમની કામગીરી જાણી હતી તેમજ સ્ટાફને જૂવેનાઇલ જસ્ટિસ એક્ટનો વધુ અભ્યાસ કરવા સૂચન કર્યું હતું. આગામી સમયમાં જરૂર પડ્યે આ એક્ટ અંગે સ્ટાફની તાલીમનું આયોજન કરવા પણ સૂચવ્યું હતું.
શ્રી ગોયલે વિવિધ કેસની સમીક્ષા કરી હતી અને સ્ટાફને કાયદાકીય પાસા તેમજ અન્ય બાબતો અંગે મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું.